ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ વિદેશી કોચની અછતને પુરી કરી શકે છે: પીવી સિંધુ - સ્પોર્ટસ ઓથોરિટી

પીવી સિંધુએ ઓલિમ્પિક સિલ્વર-મેડલ વિજેતા ઓનલાઈન સત્ર દ્વારા ભારતની સ્પોર્ટસ ઓથોરિટીના નવા નિયુક્ત સહાયક નિર્દેશકોને સંબોધન કર્યું હતું.

PV Sindhu
પીવી સિંધુ

By

Published : May 6, 2020, 10:01 AM IST

નવી દિલ્હી: વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પી વી સિંધુ માને છે કે, કોવિડ-19 પછીના સંજોગોમાં વિદેશી કોચની સેવાઓ મેળવવી મુશ્કેલ બનશે. જે કારણે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓને સારી તક મળશે.

પીવી સિંધુએ સોમવારે જણાવ્યું કે, જો રોગચાળો યથાવત રહે તો વિદેશથી કોચ મળવા મુશ્કેલ થઈ શકે છે. આપણા દેશમાં ઘણા સારા ખેલાડીઓ છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા છે, અમે તેમનો ઉપયોગ કોચ તરીકે કરી શકીએ છીએ.

પીવી સિંધુએ સોમવારે જણાવ્યું હતું કે, જો વૈશ્વિક રોગચાળો ચાલુ રહેશે તો, વિદેશી કોચ મળવામાં મુશ્કેલ પડશે. આપણા દેશમાં ઘણા સારા ખેલાડીઓ છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા છે.

ઓલિમ્પિક સિલ્વર-મેડલ વિજેતા ઓનલાઈન સત્ર દ્વારા ભારતના સ્પોર્ટસ ઓથોરિટીના નવા નિયુક્ત સહાયક નિર્દેશકોને સંબોધન કરી રહ્યા હતા. સિંધુને ચેમ્પિયન બનાવવા માટે ટીમ તરીકે કાર્યરત માતા-પિતા, કોચ, સંચાલકોના મહત્વ પર ભાર મૂક્યો હતો. વહીવટકર્તાઓએ દરેક રમતવીરની સફરને જાણવી જ જોઈએ. ભારતીય રમતનું ભવિષ્ય તમારા બધા જેવા યુવા રમત સંચાલકોના હાથમાં છે.

પીવી સિંધુએ સોમવારે જણાવ્યું કે, તમારે બધા SAI પ્રાદેશિક કેન્દ્રોની મુલાકાત લેવી જ જોઈએ. ખેલાડીઓના પ્રદર્શનથી વાકેફ હોવું જોઈએ. તેમના માતાપિતા સાથે સંપર્કમાં રહેવું જોઈએ. માતાપિતાની સંડોવણી મહત્વની છે. તમારે તેમની પાસેથી પ્રતિભાવ લેવાની જરૂર છે. આ પ્રતિસાદ પર નજર રાખવાની જરૂર છે. નાની વયના છેતરપિંડીથી બચવા ખેલાડીઓનો સતત ટ્રેક કરવા પણ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details