ગુજરાત

gujarat

ETV Bharat / sports

થાઈલેન્ડ ઓપનમાં કરેલી ભૂલોનું પરિવર્તન નહીં કરુંઃ પીવી સિંધુ - ઓલિમ્પિક

ઈટીવી ભારતના એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુમાં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ થાઈલેન્ડ ઓપન, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ્સની તૈયારીઓ, કોવિડના સમયમાં ટ્રેનિંગ અને ટોક્યો ઓલિમ્પિક માટે ગચ્ચીબાઉલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ અંગે વાત કરી હતી.

થાઈલેન્ડ ઓપનમાં કરેલી ભૂલોનું પરિવર્તન નહીં કરુંઃ પીવી સિંધુ
થાઈલેન્ડ ઓપનમાં કરેલી ભૂલોનું પરિવર્તન નહીં કરુંઃ પીવી સિંધુ

By

Published : Mar 15, 2021, 2:06 PM IST

  • પીવી સિંધુએ ઈટીવી ભારતને આપ્યો એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂ
  • સ્વિસ ઓપન ટૂર્નામેન્ટમાં ખોટી રણનીતિ અપનાવી હતીઃ સિંધુ
  • કોવિડ સમયમાં ટ્રેનિંગ અને ટોક્યો ઓલિમ્પિકની પણ કરી વાત

હૈદરાબાદઃ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ સોમવારે કહ્યું હતું કે, તેમણે રિયો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કૈરોલિના મારિન સામે સ્વિત્ઝર્લેન્ડના બેસલમાં થયેલા સ્વિસ ઓપન ટૂર્નામેન્ટના ફાઈનલમાં ખોટી રણનીતિ અપનાવી હતી, જેના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેઓ એ વાતથી ખુશ છે કે, થાઈલેન્ડ ઓપનના શરૂઆતી તબક્કામાં બહાર થયા પછી પોતાની ભૂલ સુધાર્યા પછી જ દમદાર વાપસી કરી શકી છે.

આ પણ વાંચોઃભારત T20ની બીજી મેચમાં જીત્યું, ઈશાન કિશને ડેબ્યુ મેચમાં જ 56 રન ફટકાર્યા

મને ખુશી છે કે હું સ્વિસ ઓપનના ફાઈનલમાં તો પહોંચીઃ સિંધુ

ઈટીવી ભારતના એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુમાં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતાએ થાઈલેન્ડ ઓપન, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ્સની તૈયારીઓ, કોવિડના સમયમાં ટ્રેનિંગ અને ટોક્યો ઓલિમ્પિક માટે ગચ્ચીબાઉલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ અંગે વાત કરી હતી. સિંધુએ વધુમાં ઉમેર્યું કે, હું ખુશ છું કે મેં ફાઈનલ મેચ રમી, પરંતુ તેના પરિણામથી નાખુશ છું. પણ ઘણું શીખવા મળ્યું છે અને સારી રહ્યું કે, હું ફાઈનલ રમી અને દમદાર વાપસી કરી. મને લાગે છે કે મેં ખોટી રણનીતિ અપનાવી હતી, જેના કારણે મારી હાર થઈ હતી, પરંતુ તેનાથી પણ ઘણું શીખવા મળ્યું હતું.

આ પણ વાંચોઃરોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ: બાંગ્લાદેશ સામે શ્રીલંકાએ બાજી મારી, 42 રનથી હરાવ્યું

ઓલ ઈન્ડિયા ચેમ્પિયનશીપમાં આત્મવિશ્વાસ સાથે મેદાને ઊતરીશુંઃ સિંધુ

પીવી સિંધુએ ઓલ ઈન્ડિયા ચેમ્પિયનશિપ અંગે વાત કરતા જણાવ્યું કે, હું ઝ્યૂરિકમાં રમી રહી છું. સ્વિસ ઓપન પછી અમે જર્મન ઓપનમાં ના રમ્યા. અમે અહીં ઝ્યૂરિકમાં છીએ અને એક અઠવાડિયાથી ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. પહેલા રાઉન્ડથી જ અમે અમારું 100 ટકા આપીશું. પહેલા રાઉન્ડને ક્યારેય પણ હલકામાં ન લઈ શકાય. અમે ઓલ ઈન્ડિયા ચેમ્પિયનશીપમાં આત્મવિશ્વાસ સાથે મેદાને ઊતરીશું.

ABOUT THE AUTHOR

...view details