ગુજરાત

gujarat

ETV Bharat / sports

લ્યો બોલો..આ 70 વર્ષીય "મુરબ્બી"ને કરવા છે પી.વી સિંધુ સાથે લગ્ન - latest news pv sindu

ચેન્નાઇ: તમિલાનાડુના રામનાથપુરમ જિલ્લાના રહેવાસી 70 વર્ષીય વૃદ્ધ મલઇસ્વામી નામના વ્યકિતએ વિશ્વ ચેમ્પિયન અને ભારતની બેડમિંટન સ્ટાર પી.વી સિંધુ સાથે લગ્ન કરવા માટે એક અરજી કરી છે.

pv sidhu

By

Published : Sep 18, 2019, 5:26 PM IST

Updated : Sep 18, 2019, 6:43 PM IST

મલઇસ્વામી દરેક સોમવારે જિલ્લા કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરે છે. જેમાં આ વખતે વિચિત્ર અરજી દાખલ કરી છે. અરજીમાં તેઓએ જણાવ્યું કે, તેઓનો જન્મ 4 એપ્રિલ 2004ના રોજ કરીને તેમની ઉંમર 16 વર્ષ કરવાની માગ કરી છે.

કલેકટરે કહ્યું કે, તેઓએ વઘુ એક અરજી દાખલ કરી હતી. જેમાં બેડમિંટન સ્ટાર પી.વી સિંધુ સાથે લગ્ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે તેઓએ કહ્યું કે, જો આવું નહી થાય તો, તેઓ બળપૂર્વક લગ્ન કરશે.

આ વાઈરલ અરજી બાદ રામનાથપુરમ જિલ્લાના કલેકટર રાવે કહ્યું કે, હું તેમની અરજી પર ધ્યાન નથી આપતો. ઉલ્લેખનીય છે કે, પી.વી સિંધુ વિશ્વ ચેમ્પિયનશીપમાં જીતીને સમગ્ર વિશ્વનું નામ રોશન કર્યું છે.

Last Updated : Sep 18, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details