- ઉત્તરાખંડના પવનદીપ રાજન ઇન્ડિયન આઇડલ સિઝન 12ના વિજેતા બન્યા
- અરુણિતા કાંજીલાલ સેકન્ડ રનરઅપ રહી
- પવનદીપ રાજન ઉત્તરાખંડના કુમાઉનો રહેવાસી છે
દેહરાદૂન: ઉત્તરાખંડના પવનદીપ રાજને મ્યુઝિક રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની સિઝન 12 નું ટાઇટલ જીતી લીધુ છે. પવનદીપે 5 સ્પર્ધકોને હરાવીને આ જીત મેળવી છે.આ સાથે જ અરુણિતા કાંજીલાલ સેકન્ડ રનરઅપ રહી હતી.પવનદીપ વિજેતા બન્યા બાદ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. CM એ ટ્વિટમાં લખ્યું છે કે, ઇન્ડિયન આઇડલ 2021 નું સ્ટેજ પોતાની ગાયકીથી જીતીને, પવનદીપે તમામ દેશવાસીઓનું દિલ જીતીને દેવભૂમિ ઉત્તરાખંડનું નામ રોશન કર્યું છે. મારા અને રાજ્યના તમામ લોકો વતી, હું તમને શુભેચ્છા પાઠવું છું.
1996 માં ચંપાવત જિલ્લાના વાલચૌડા ગામમાં જન્મ
પવનદીપ રાજન મૂળ કુમાઉનો રહેવાસી છે. પવનદીપનો જન્મ 1996 માં ચંપાવત જિલ્લાના વાલચૌડા ગામમાં થયો હતો અને તેણે પોતાનો અભ્યાસ ચંપાવતથી જ પૂર્ણ કર્યો હતો. પવનદીપ પર્વત લોક ગાયક કબૂતરી દેવીનો વારસો આગળ ધપાવી રહ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે લોકગાયક કબૂતરી દેવીની બહેન લક્ષ્મી દેવી પવનદીપની નાની છે.
આ પણ વાંચો : Khudiram Bose ની શહીદીની અમર ગાથા:19 વર્ષની વયમાં હાથમાં ગીતા લઇને ફાંસીને ફંદે ઝૂલી ગયાં હતાં મહાન ક્રાંતિકારી