ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકપ્રિય સીરિયલ ‘શ્રી કૃષ્ણ’ 3 મૅથી ડીડી નેશનલ પર પ્રસારિત થશે - દૂરદર્શન

કોરોના વાઈરસના ચેપને રોકવા માટે આ દિવસોમાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં ડીડી નેશનલ પર દેશની જનતા માટે જૂની લોકપ્રિય સિરીયલો પ્રસારિત કરવામાં આવી રહી છે. હમણાં સુધી રામાયણનું પ્રસારણ કરવામાં આવતું હતું. જે આજે સમાપ્ત થશે. જે બાદ લોકપ્રિય સીરિયલ શ્રી કૃષ્ણ રિ-ટેલિકાસ્ટ કરાવામાં આવશે.

Sri Krishna
શ્રી કૃષ્ણ

By

Published : May 2, 2020, 3:20 PM IST

મુંબઈ: લોકડાઉન દરમિયાન ઘરે સમય વિતાવતા દેશના લોકો હવે બીજી લોકપ્રિય ધાર્મિક સીરિયલ જોઈ શકશે. શ્રી કૃષ્ણનું ટેલિકાસ્ટ 3 મેથી દૂરદર્શન રાષ્ટ્રીય ચેનલ પર શરૂ કરવામાં આવશે. શ્રી કૃષ્ણના મહિમા પર આધારીત આ સીરીયલ રોજ રાત્રે 9 વાગ્યાથી પ્રસારિત કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ બાબતે માહિતી આપી છે.

પ્રકાશ જાવડેકરે શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રવિવાર, 3 મેથી રોજ 9 કલાકે મળશું. ભગવાન શ્રી કૃષ્ણના મહિમાની કથા શ્રી કૃષ્ણ સાથે, ફક્ત ડીડી નેશનલ ચેનલ પર, જરૂર જોજો.

રામાયણ અને ઉત્તર રામાયણના પ્રસારણ પછી દૂરદર્શન હવે શ્રી કૃષ્ણ સિરીયલ પણ ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રખ્યાત સિરિયલ રામાયણનું નિર્માણ કરનારા નિર્દેશક રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવી હતી. રામાનંદ સાગરની ટીવી સીરિયલ શ્રી કૃષ્ણમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને સર્વદમન ડી બેનર્જીએ શ્રોતાઓમાં છાપ ઉભી કરી છે.

ABOUT THE AUTHOR

...view details