- કપિલ શર્મા શો(Kapil Sharma Show) ફરી એક વાર નાના પડદે કરશે રિ-એન્ટ્રી
- આ વખતે શોમાં કોમેડી સર્કસના કલાકારો પણ જોવા મળશે
- શોમાં કોમેડિયન સુદેશ લહેરીની પણ થઈ એન્ટ્રી
અમદાવાદ : ટેલિવિઝન પર પ્રખ્યાત કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' ફરી એક વાર નાના પડદે આવી રહ્યો છે. ઘણા સમયથી ગાયબ આ ટીમ ફરી એક વાર ધૂમ મચાવવા અને લોકોને હસાવવા આવી રહી છે. જોકે, આ વખતે કપિલ શર્માની ટીમમાં એક નવા કલાકારની એન્ટ્રી થઈ છે. કોમેડિયન સુદેશ લહેરીની આ શોમાં એન્ટ્રી થઇ છે. આ વખતે કપિલ શર્માના શોમાં કૃષ્ણાભિષેક, સુદેશ લહેરી, ભારતી સિંઘ, કિકુ શારદા, ચંદન પ્રભાકર જેવા કલાકાર જોવા મળશે. આ તમામ લોકોનું બોન્ડિંગને કોઈ ભૂલી ન શકે. કપિલ શર્માએ શેર કરેલા ફોટો સાબિત કરી રહ્યા છે કે, આ વખતે કપિલ શર્મા શો રિ-એન્ટ્રી કોમેડી સર્કસના રિયુનિયનની સાથે થઈ રહી છે.
આ પણ વાંચો :જાણો, શું થયું સિંગર રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની પહેલી રાતે...