મુંબઈ: કારગિલ યુદ્ધના બહાદુર વિક્રમ બત્રાના જીવન પર બની રહેલી બોલીવૂડ ફિલ્મને અધિકારીક રુપથી 'શેરશાહ' શિર્ષક આપવામાં આવ્યું છે.
ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય પાત્ર નિભાવતા દેખાશે.
મુંબઈ: કારગિલ યુદ્ધના બહાદુર વિક્રમ બત્રાના જીવન પર બની રહેલી બોલીવૂડ ફિલ્મને અધિકારીક રુપથી 'શેરશાહ' શિર્ષક આપવામાં આવ્યું છે.
ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય પાત્ર નિભાવતા દેખાશે.
સિદ્ધાર્થે આ બાબતે ટ્વિટ દ્વારા કહ્યું કે, 'વિક્રમ બત્રાના પાત્રને ભજવવાને લઈને ખુબ જ ઉત્સાહિત છું, સ્ક્રિન પર એક અસલી હિરોનું પાત્ર જેને 'શેરશાહ' નામનું શિર્ષક આપ્યું છે. જેનું શૂટિંગ જલ્દીથી જ શરુ થશે'
અભિનેત્રી કિયારા અડવાણી પણ ફિલ્મમાં નજર આવશે. કિયારાએ ટ્વિટ કરતા કહ્યું કે, 'ફિલ્મનો હિસ્સો બનીને ખુબ જ ઉત્સાહિત અને રોમાંચિત છું, 'શેરશાહ' ના શૂટિંગ શરુ થવાની રાહ નથી જોઈ શક્તી'
કરણ જોહરની ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ સંદીપ શ્રીવાસ્તવ દ્વારા લખાયેલી છે. ફિલ્મને વિષ્ણુવર્ઘન ડાયરેક્ટ કરશે. સિદ્ધાર્થે પહેલા કહ્યું કે, "વિક્રમ બત્રાના જીવનની વાર્તા તમને પ્રેરણા આપશે અને તમારા ચહેરા પર સ્મિત લાવશે" કારગીલ યુદ્ધના આ બહાદુર યોદ્ધાને મરણોત્તર પર પરમ વીર ચક્ર આપવામાં આવ્યો હતો. પરમ વીર ચક્ર ભારતનો સૌથી ઉચ્ચ યુદ્ધકાલીન પુરસ્કાર છે.