મુંબઈ: કોરોના વાઇરસની મહામારીને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાંં અવ્યું છે, ત્યારે લોકપ્રિય ટીવી શો 'ઓફિસ ઓફિસ'નો શો ફરીથી પ્રસારિત કરવામાં આવ્યો છે.
આ શોમાં પંકજ કપૂર નિવૃત્ત સ્કૂલ માસ્ટર મુસાદ્દી લાલ ત્રિપાઠીની ભૂમિકા નિભાવી રહ્યાં છે અને કડકતાથી કાર્યોલયનુંં કામ કરતા જોવા મળે છે. શોના વાપસીના સમાચાર સાંભળીને શોમાં મહત્વની ભૂમિકા નિભાવનાર અભિનેતા દેવેન ભોજાણી ભાવુક થઈ ગયા હતાં.
ભોજાણીએ કહ્યું, "મને જાણીને ખુબજ આંનદ થાય છે. કે, 'ઓફિસ ઓફિસ' ફરીથી શરૂ થઈ રહ્યું છે. અમે 2001-2002માં આ શો કર્યો હતો અને લગભગ બે દાયકા પછી તે ફરીથી પ્રસારિત થશે. આ શો આજે પણ લોકોને ખુબ પસંદ છે, જ્યારે ભ્રષ્ટ લોકોની કચેરીઓ વચ્ચે કોઈ મહત્વનું કામ કરવાની જરૂર પડે છે, ત્યારે એક સામાન્ય કામ કરનાર માણસની જરૂર પડે છે.
તેમણે કહ્યું કે, "લોકડાઉનના સમયગાળામાં, જ્યારે આખું વિશ્વ તણાવ, દુઃખ અને ઉદાસીથી પસાર થઈ રહ્યું છે, ત્યારે 'ઓફિસ ઓફિસ' લોકોના મનને તણાવમાંથી દૂર કરવાનું કામ કરે છે. હું આ શો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ઓફિસ ઓફિસ' 12 એપ્રિલે સોની સબ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.