ગુજરાત

gujarat

ETV Bharat / sitara

‘તુજસે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હું મૈં...’ નસીરુદ્દીન શાહનો આજે જન્મદિવસ

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ ઈંડસ્ટ્રીમાં વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક એટલે નસીરુદ્દીન શાહ. તેમનો જન્મ 20 જુલાઈ 1949ના દિવસે થયો હતો. નસીરુદ્દીન શાહે ફિલ્મ ઈંડસ્ટ્રી અને થિયેટરને જે યોગદાન આપ્યું છે તે અવિસ્મરણીય છે.

By

Published : Jul 20, 2019, 10:53 AM IST

Updated : Jul 20, 2019, 12:15 PM IST

મુંબઈ

તેમણે 80ના દશકમાં પૈરેલલ સિનેમામાં શાનદાર રોલ કર્યા અને થોડા વર્ષોમાં જ ઈંડસ્ટ્રીના સૌથી વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક બની ગયા હતા.

સૌજન્ય, INSTAGRAM

વાત કરીએ તેમના બાળપણની તો બાળપણમાં તેઓ શરમાળ પ્રકૃતિના હતા અને તેઓની લાઈફ ખુબ જ સરળ રહી હતી. તેઓએ 'ધ અનુપમ ખેર શો- કુછ ભી હો સક્તા હે' માં તેમના અનેક કિસ્સાઓ શેર કર્યા હતા અને કહ્યું હતું કે, બાળપણમાં તેઓ કોઈપણ બાબતમાં સારા નહોંતા.

સૌજન્ય, INSTAGRAM

નસીરુદ્દીન શાહને ફક્ત સાહિત્યમાં રસ હતો. તેમના સિવાય તેઓ અન્ય કોઈ વિષયમાં ભાગ લેતા નહોંતા. ત્યારબાદ તેમના એક્ટિંગ કરીયરની વાત કરીએ તો તેઓએ જ્યારે જૉફરી કૈંડલનો એક શો જોયો જેના બાદ તેઓને અભિનય તરફ આકર્ષાયા હતા. તો ચાલો જાણીએ નસીરુદ્દીનના અમુક કિસ્સાઓ જેમણે તેઓને એક્ટિંગ પ્રતિ તેમની રુચીને વધારી હતી.

સૌજન્ય, INSTAGRAM

જૉફરી, શેક્સપીયરના એક શો પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે, કેવી રીતે જૉફરી એક પળમાં જ રુપ રંગ બદલતા હતા. જે જોવું તેમના માટે રોચક હતું. આ જ વિચારે નસીરના મનમાં એક્ટિંગ કરવાના વિચારે પ્રવેશ કર્યો હતો અને તેમની અંદર છુપાયેલો એક્ટર દેખાવા લાગ્યો હતો.

સૌજન્ય, INSTAGRAM

જેના બાદ નસીરુદ્દીન શાહે એક્ટર બનવા તરફ કદમ માંડ્યા હતા. જે દરમિયાન તેઓએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સિટ્યુટ ઓફ ઇંડિયામાં તાલીમ મેળવી હતી. જેના બાદ તેઓ અનેક સુપરહિટ ફિલ્મોનો હિસ્સો બન્યા હતા.

સૌજન્ય, INSTAGRAM

તેઓએ સ્પર્શ, પાર, એલબર્ટ પિંટો કો ગુસ્સા ક્યો આતા હે, જાને ભી દો યારો, બાઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આના સિવાય તેઓએ 'અ વેનસ્ડે', 'ઇશ્કિયા' અને 'ફાઇડિંગ ફેની' માં પણ તેઓએ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તેઓએ એક કોમેડિયન, એક લીડ એક્ટર, એક વિલન અને એક સપોર્ટિવ રોલમાં પણ તેઓએ તેનું યોગદાન આપ્યું છે.

સૌજન્ય, INSTAGRAM
Last Updated : Jul 20, 2019, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details