ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કૉમેડિયન કીંગ કપિલ બન્યો પિતા, ગિન્નીએ આપ્યો દિકરીને જન્મ - કપિલ શર્માના તાજા સમાચાર

મુંબઈ: કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથે બાળકીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપિલે ટ્વિટ કરીને આપી. ત્યારબાદથી ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપિલ શર્મા અને ગિન્ની થેરાત
કપિલ શર્મા અને ગિન્ની થેરાત

By

Published : Dec 10, 2019, 1:41 PM IST

કોમેડી કિંગ અને અભિનેતા કપિલ શર્માના ઘરે મંગળવારે દિકરીનો જન્મ થયો છે. મંગળવારનો દિવસ કપિલ શર્મા માટે અનહદ ખુશીનો દિવસ છે. કપિલની પત્ની ગિન્ની ચતરથે મંગળવારે દિકરીને જન્મ આપ્યો છે. કપિલે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, 'અમારા ઘરે દિકરીનો જન્મ થયો છે. તમારા આશીર્વાદની જરૂર છે. જય માતાજી.' આ મોટા ખુશીના સમાચાર બાદ ગુરૂ રંધાવા અને ભુવન બામે કપિલ શર્માને સૌ-પ્રથમ શુભેચ્છા આપી હતી. ગુરૂ રંધાવાએ ટ્વીટ કરીને લખ્યું કે, 'શુભેચ્છા પાજી... હવે હું ઓફિશિયલ કાકા બની ગયો છું.'

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને ગિન્ની ચતરથના 2018માં લગ્ન થયા હતા. કપિલ શર્મા અને ગિન્ની ચતરથે આવનાર મહેમાન માટે અગાઉથી ઘણી તૈયારી કરી લીધી હતી.

કપિલ શર્માએ ઓક્ટોબરમાં બેબી શૉવર પાર્ટી રાખી હતી. જેમાં ઘણા સેલિબ્રિટીની સાથે જ કપિલ શર્માના કો-સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં થોડા દિવસ પહેલાં કપિલ, ગિન્નીને બેબી મુન માટે કેનેડા પણ લઇને ગયો હતો.

થોડા દિવસ અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કપિલને પૂછવામાં આવ્યું હતું કે, તે આવનાર બેબી માટે શું તૈયારી કરી રહ્યા છે. જેના જવાબમાં કપિલ બોલ્યા હતા કે, 'હું શું તૈયારી કરૂં... મને કાંઈ આઈડિયા નથી. પરંતુ મારો સમગ્ર પરિવાર આના માટે ઉત્સાહી છે.'

અમે તમામ નવા મેમ્બરના આવવા માટે ઉત્સાહી છીંએ. ભલે તે દિકરો હોઈ કે દિકરી, અમે માત્ર એટલું ઈચ્છીંએ કે, બેબી સ્વસ્થ હોય. તૈયારીની વાત કરીંએ તો, મેં અને ગિન્નીએ થોડી ચીજ-વસ્તુઓની ખરીદી કરી છે અને અમે તેના માટે ઉત્સાહી છીંએ. અત્યારે અમે છોકરો કે છોકરી એ મુજબ ખરીદી નથી કરતા, પરંતુ અમે નોર્મલ વસ્તુઓ ખરીદી રહ્યા છીંએ જે બન્ને ઉપયોગમાં લઇ શકે.

ABOUT THE AUTHOR

...view details