- પ્રખ્યાત કન્નડ ટીવી અભિનેત્રી સૌજન્યાએ કરી આત્મહત્યા
- અભિનેત્રીનો મૃતદેહ બેંગ્લોરમાં તેના રૂમમાંથી મળી આવ્યો
- પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી
હૈદરાબાદ, તેલંગણા :ફિલ્મ ઇંડસ્ટ્રીમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત કન્નડ ટીવી અભિનેત્રી સૌજન્યા( TV actress Soujanya)એ આત્મહત્યા કરી હોવાનોા સમાચાર આવ્યા છે. સૌજન્યાનો મૃતદેહ બેંગ્લોરમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે, અભિનેત્રીનો રૂમ અંદરથી બંધ હતો અને જ્યારે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે અભિનેત્રીનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો. આ સાથે, પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ (TV actress Suicide note) પણ મળી છે.
આ દિવસે લખવામાં આવી હતી સુસાઈડ નોટ
સુસાઇડ નોટમાં અભિનેત્રીએ મૃત્યુ માટે કોઇને જવાબદાર ગણાવ્યા નથી. તેમ છતાં, પોલીસ આ મામલાની ઉંડે સુધી તપાસ કરી રહી છે. પોતાની સુસાઈડ નોટમાં અભિનેત્રીએ આ પગલું ભરવા બદલ પરિવારના સભ્યોની માફી પણ માંગી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ આ સુસાઈડ નોટ 27 સપ્ટેમ્બરના રોજ લખી હતી. અભિનેત્રી સૌજન્યા કોડગુ જિલ્લાના કુશલગરની રહેવાસી હતી અને બેંગલુરુના સાઉથ જિલ્લા કુંબલગોડુના એક એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી.