સની હિંદુસ્તાનીને ઈંડિયન આઈડલ 11ની ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું. અને જ્યારે પહેલા અને બીજા રનરઅપને 5-5 લાખનું ઇનામ મળ્યું હતું. પહેલા રનરઅપ તરીકે રોહિત રાઉત રહ્યો હતો જ્યારે ઓકના મુખર્જી બીજા રનરઅપ રહી હતી.
સની હિંદુસ્તાનીએ જીત્યો ઈન્ડિયન આઇડલ 11નો ખિતાબ - ઈન્ડિયન આઇડલ 11
ઈન્ડિયન આઇડલ 11 સની હિંદુસ્તાનીએ જીત્યો છે, આ સુરોના સંગ્રામમાં સુરોના મહારથીઓ વચ્ચે ભારે ટક્કરનો મુકાબલો થયો હતો.
સની હિંદુસ્તાનીએ જીત્યો ઈન્ડિયન આઇડલ 11નો ખિતાબ
ગ્રેંડ ફિનાલેમાં હરિફાઇઓ વચ્ચે ભારે ટક્કર મેચ જોવા મળી હતી. જ્યારે ટોપ ફાઇવ કન્ટેસ્ટન્ટની વાત કરવામાં આવે તો ભટિંડાના સન્ની હિંદુસ્તાની, લાતૂરના રોહિત રાઉત, અમૃતસરના રિધમ કલ્યાણ, કોલકત્તાના અદ્રિજ ઘોષ અને ઓકના મુખર્જી પહેલા પાંચમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યા હતા.
જ્યારે ઈન્ડિયન આઈડલમાં ઘોષણા પણ કરવામાં આવી હતી કે જે પણ ચેમ્પિયન બનશે તેને ટી-સીરીજ પોતાની આવનાર ફિલ્મમાં ગાવાનો મોકો આપશે.