મુંબઇ: ભારતમાં લોકડાઉન ટીવી સીરિયલનું શૂટિંગ એક પછી એક સતત શરૂ થઈ રહ્યું છે. લગભગ ત્રણ મહિનાના બાદ ફરી ટીવીના 3 શો ગુડિયા હમારી સભી પે ભારી,'ભાભીજી ઘર પર હૈ' અને 'હપ્પુ કી ઉલટન પલટન' ના વધુ ત્રણ કોમેડી શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
- હવે તમે તમારા મનપસંદ શોના નવા એપિસોડ ખૂબ જલ્દીથી જોઈ શકશો
- વધુ ત્રણ કોમેડી શોનું શૂટિંગ શરૂ
- ત્રણેય સિરીયલોના સેટ પર લોકોની સલામતીની સંપૂર્ણ કાળજી લેવામાં આવી
- શો પાછા શરૂ થવાથી પ્રેક્ષકો ખૂબ ખુશ થશે
- મહિનાઓ પછી ફરી ટીવી સામે હસતા ચહેરોઓ સામે આવશે
આ ત્રણેય સિરિયલોના સેટ પર લોકોની સલામતીની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. નિર્માતાઓની ગોઠવણ ઉપરાંત કોરોના જેવા સંકટમાંથી પસાર થઈ રહેલા તમામ લોકો તેમની સલામતીની ખુબ સંભાળ રાખી રહ્યાં છે.
કોરોનો વાઇરસ ફાટી નીકળવાના કારણે ત્રણ મહિનાના વિરામ બાદ લોકપ્રિય કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ'નું શૂટિંગ રવિવારથી શરૂ થઈ ગયું છે.
શોમાં વિભૂતિ નારાયણની ભૂમિકા ભજવનાર અભિનેતા આસિફ શેખે જણાવ્યું કે, આટલા લાંબા સમય પછી સેટ પર રહીને આનંદ થયો. હું લાંબા સમય સુધી શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો અને હું સેટ પર પાછો આવીને ખુબ ખુશ છું.
શોમાં અંગૂરી ભાભીની ભૂમિકામાં જોવા મળી રહેલી અભિનેત્રી શુભાંગીએ જણાવ્યું કે, હું સેટ પર પાછા આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને અમે જલ્દી નવા એપિસોડ સાથે અમારા શોમાં પાછા આવવા તૈયાર છું, પહેલા તો અમારો સેટ ઘણા લોકોથી ભરેલો હતો, પરંતુ હવે મર્યાદિત લોકો અહીં જોવા મળે છે.
રોહિતેશ્વર ગૌર ઉર્ફે મનમોહન તિવારીએ કહ્યું, "અમે ખાતરી કરી કે અમે દરેક શોટ પછી માસ્ક પહેરવાનું ચાલુ રાખીએ, નિયમિત અંતરાલમાં હાથ સાફ કરીએ અને સામાજિક અંતર જાળવી રાખીએ. હું નવા એપિસોડને લઈને ઉત્સાહિત છું, અને મને ખાતરી છે કે દર્શકોનો પ્રિય શો જલ્દી આવશે. "
આ સાથે જ સીરીયલ 'ગુડિયા હમારી સભી પે ભારીમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી સારિકા બહરોલીયાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, સેટ પર પાછા ફરવા માટે કેટલો આનંદ થાય છે, તે હું કહી નથી શકતી. સેટ પર ઘણા ઓછા લોકો હતા, તેથી તે એક અલગ અનુભવ હતો. અમનેે ત્યાં પહોંચતાં જ અમારું તાપમાન માપવામાં આવ્યું હતું.
આ પછી મને ક્રૂના તમામ સભ્યોને મળવાનું થયું. અમે માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્ટના નિયમોનું પાલન કરીને ભગવાન ગણેશની આરતી કરી હતી અને પછી કામ શરુ કર્યુ હતુ. આગળ કેટલાક ખૂબ જ રસપ્રદ એપિસોડ હશે, જેની હું આતુરતાથી પ્રસારણ કરવાની રાહ જોઈ રહી છું.
અન્ય ટીવી શો 'હપ્પુ કી ઉલટન પલટન' ના મુખ્ય અભિનેતા યોગેશ ત્રિપાઠી કહે છે કે, દરોગા હપ્પુ સિંહ તરીકે ફરી પાછો ફર્યો, ત્યારે તે ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યુ કે, હું મારા શો, તેના પાત્રો અને મેં જે જૂથ સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું, તે મે બહુ જ યાદ કર્યુ છે.. ઘણા ચાહકોએ મને પૂછ્યું કે, દરોગાજી ક્યારે પાછા આવશો? તેથી હું અહીં આવું છું! પહેલો દિવસ થોડો આલગ હતો. મને વિસ્વાસ છે કે, દર્શકો તેમના હપ્પુ સિંહને ફરીથી સ્ક્રીન પર જોઈને ખૂબ આનંદ કરશે.
આ બધા શો પાછા શરૂ થવાથી પ્રેક્ષકો ખૂબ ખુશ થશે અને મહિનાઓ પછી ફરી ટીવી સામે હસતા ચહેરોઓ સામે આવશે