મુંબઇઃ દેશમાં કોરોના વાઇરસને લીધે લૉકડાઉન છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં બંધ છે. આ ખાલીપણાને ભરવા માટે સરકારે દર્શકોને ફરીથી રામાયણ અને મહાભારત જેવા શો દેખાડવાનું શરૂ કર્યું. સરકારનો આ પ્રયત્ન ખૂબ જ સફળ સાબિત થયો છે અને દૂરદર્શનની TRPમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો હતો. પરંતુ આ વચ્ચે એક ટ્વીટર યૂઝરે દૂરદર્શન પર આરોપ લગાવ્યો છે. જો કે, તેનો જવાબ પણ ચેનલ તરફથી આપવામાં આવ્યો છે.
એક યૂઝરે ટ્વીટ કરતા લખ્યું કે, 'આ ટ્વીટ માટે હું માફી માગીશ, પરંતુ દૂરદર્શન રામાયણને મોજર બેયર ડીવીડી દ્વારા ચલાવી રહ્યું છે, એ પણ વોટરમાર્કની સાથે.'
આ આરોપો પર દૂરદર્શનના CEO શશિ શેખરે ટ્વીટ કરીને જવાબ આપ્યો કે, 'આ દૂરદર્શનનું તો લાગી રહ્યું નથી. મહેરબાની કરીને તમારા સોર્સને એકવાર ફરીથી ચેક કરો.'