અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી અંદરો અંદરના ઝઘડામાં હાથાપાઇ કરવા સુધીના રિયાલિટી શો 'બિગ બોસ'ની હાલની સીઝનમાં પહેલા જ દિવસથી ઘણાં ડ્રામાં જોવા મળી રહ્યા છે અને હવે સ્પર્ધકો વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઇ છે. ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ વચ્ચે.
આગામી એપિસોડમાં, રશ્મિ, સિદ્ધાર્થ પર ચા ફેંકતી જોવા મળશે. તે પછી, સિદ્ધાર્થ પણ આવું જ કઈક કરે છે અને જ્યારે રશ્મિનો બોયફ્રેન્ડ અરહાન બંને વચ્ચે આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. ગુસ્સામાં સિદ્ધાર્થ અરહાનનો શર્ટ ફાડી નાખે છે. શોના હોસ્ટ સલમાન ખાનને સ્પર્ધકોનું આ અપમાનજનક વર્તન બિલકુલ પસંદ નથી.