ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અરૂણ ગોવિલે પરિવાર સાથે 'રામાયણ'નું પ્રસારણ નિહાળ્યું, ફોટો વાયરલ - corona effect on film industry

એક્ટર અરૂણ ગોવિલ માટે આ ખૂબ જ ખુશીની પળ છે. 80ના દાયકામાં દૂરદર્શન પર પ્રસારિત થયેલા મહાકાવ્ય 'રામાયણ'માં શ્રી રામની ભૂમિકા ભજવતા એક્ટર અરુણ ગોવિલ તેના પૌત્ર અને પરિવાર સાથે મળી રામાયણ જોઇ રહ્યા છે.

અરૂણ ગોવિલે પરિવાર સાથે 'રામાયણ' જોઇ, ફોટો વાઇરલ થયો
અરૂણ ગોવિલે પરિવાર સાથે 'રામાયણ' જોઇ, ફોટો વાઇરલ થયો

By

Published : Mar 31, 2020, 10:48 AM IST

મુંબઇ: અરૂણ ગોવિલે પોતાના પૌત્ર અને પરિવારની સાથે ટેલિવિઝન પર 'રામાયણ' જોતા હોય તે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અરૂણ ગોવિલે 80ના દાયકાની સૌથી પ્રખ્યાત સીરિયલમાં શ્રીરામની ભૂમિકા ભજવી હતી. અભિનેતા ફરી એકવાર ઘરે તેમનો શો જોઈ રહ્યા છે.

દૂરદર્શન પર આવતી 'રામાયણ' સહિત 'મહાભારત', 'વ્યોમકેશ બક્ષી' અને 'સર્કસ' દૂરદર્શનને ફરીથી પ્રસારિત કરી રહ્યું છે. ત્યારે દર્શકો ડી.ડી. વાળા દિવસો ફરીથી યાદ કરી રહ્યા છે, જ્યારે ફક્ત દૂરદર્શન ચેનલ ઉપલબ્ધ હતી અને આ શો દ્વારા લોકોને મનોરંજન આપવામાં આવતું હતું.

અરૂણ ગોવિલે તાજેતરમાં IANSને વાત દરમિયાન રામાયણનું પુનઃ પ્રસારણ જોવાનું મહત્વ જણાવતાં કહ્યું હતું કે, "નવી પેઢીને રામાયણ જોવાની તક મળશે તેમજ તેમને રામાયણથી મૂલ્યો, ઉપદેશો અને નૈતિકતા શીખવા મળશે.”

અભિનેતાએ વધુમાં કહ્યું કે, 'જો તેઓ કશું સમજી શકતા નથી, તો ઘરના વડીલો તેમને સમજાવી શકે છે. આ એક ફેમિલી શો છે. સંબંધ કેવો હોવો જોઈએ, આ શોમાં સકારાત્મકતા બતાવવામાં આવી છે. લોકડાઉનની પરિસ્થિતીમાં સમયનો સદઉપયોગ થઇ શકે છે.

રામાયણ 'એક ઐતિહાસિક પૌરાણિક નાટક ટેલિવિઝન સિરીયલ છે. જે 1987-88ની વચ્ચે પ્રસારિત થઈ હતી. જેને રામાનંદ સાગર દ્વારા લખાયુ, નિર્દેશન અને નિર્માણ કરાયું હતું.

શોમાં દીપિકા ચીખલીયા સીતા માતા અને અરવિંદ ત્રિવેદી રાવણ અને દારા સિંહ હનુમાન તરીકે જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details