મુંબઇઃ નવોદિત અભિનેત્રી શિવાલિકા ઓબેરોયે સ્વીકાર્યુ કે, બોલિવૂડમાં સ્થાન મેળવવુ આઉટસાઇડ માટે આસાન નથી. તેમણે કહ્યું કે, આ સફરમાં રહેવા માટે આત્મવિશ્વાસની હોવો બહુ જરૂરી છે.
શિવાલિકાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, સાચું કહું તો આ આસાન નથી. તમને તમારા પર ખુદ વિશ્વાસ છે તો તમે ખુદ ત્યાં પહોચી શકશો. તેમાં કિસ્મતનો પણ બહુ હાથ હોય છે.’
તેમણે આગળ જણાવ્યું કે, મેં ક્યારેય પણ નહતુ વિચાર્યુ કે, હુ એક્ટર બનીશ, મારી મમ્મી એક અલગ લાઇનમાં છે. પપ્પા પણ કઇક અલગ કરે છે. હુ એક જ આ એક્ટિંગની દુનિયામાં છું. મારા દાદા મહાવીર ઓબેરોયે એક ફિલ્મ બનાવી હતી, પરંતુ મારા પપ્પાની ઘણી નાની ઉંમરમાં તેમનુ નિધન થયું. ત્યારથી ઇન્ડસ્ટ્રી સાથે અમારા કોઇ લેવા દેવા ન રહ્યાં.’
શિવાલિકાએ કહ્યું કે, અસિસ્ટેટ ડાયરેક્ટર બનવા માટે ફિલ્મ સેટ પર મને રસ્તો મળ્યો. મને ઘણુ બધુ નવું નવું શીખવા મળ્યું. એક્ટર બનવા માટે એ બધા અનુભવો મને કામ લાગ્યા. એક્ટીંગમાં ડેબ્યૂ કરવાની સાથે શિવાલિકા, "કિક" અને "હાઉસફુલ 3"માં એક અસિસ્ટેંટ ડાયરેક્ટ તરીકે કામ કરી ચૂકી છે.
તેમણે 2019માં અમરીશ પુરીના પુત્ર વર્ધન પુરીની સાથે રોમાટિંક થ્રિલર, "યે સાલી આશિકી" તે તેમના અભિનયની શરૂઆત કરી, અને તે વિદ્યુત જામવાલ સાથે "ખુદા હાફિઝ" માં જોવા મળશે..