મુંબઈ: સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી નિમિત્તે લોકો ગણપતિનું સ્વાગત કરી રહ્યા છે. સામાન્ય માણસથી લઇને બધા લોકો શુભ પર્વ પર ગણપતિની પૂજા આરાધનામાં લાગ્યા છે.
બોલિવૂડ સીતારાઓ પણ આ ઉત્સવને ધૂમધામથી મનાવી રહ્યા છે. સંજય દત્તે પણ પોતાના ઘરે ગણપતિજીની પૂજા રાખી છે. જેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને સંજય દત્તે ગણેશ ચતુર્થીની શુભકામના આપી હતી.
સંજય દત્તે ઇન્ટ્રાગ્રામ પર એક ફોટો શેર કરી કેપ્સનમાં લખ્યું ઉત્સવ દર વર્ષની જેમ ભવ્ય બન્યો ન હતો, પરંતુ બાપ્પામાં આપણી માન્યતા આજે પણ એટલી જ છે.
મહત્વનું છે કે, તાજેતરમાં જ સંજય દત્તને ફેફસાના કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ સમાચાર આવતાની સાથે જ તેના ફેન્સ તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેની શુભકામના કરી રહ્યા છે.
8 ઓગસ્ટના રોજ સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમને ફેફસાનું કેન્સર છે.