ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કિરણ ખેરના જન્મ દવિસે અનુપમ ખેરે શેર કરી તસવીર, લખ્યો સ્નેહભર્યો મેસેજ - કિરણ ખેર ન્યૂઝ

અભિનેત્રી કિરણ ખેર તેનો 65મો જન્મ દિવસ ઉજવી રહી છે. આ અવસર પર તેના પતિ અને દિગ્ગજ અભિનેતાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જૂની તસવીર શેર કરી હતી. જેની કેપ્શનમાં તેમને સ્નેહભરી પોસ્ટ લખી હતી.

અનુપમ ખેર
અનુપમ ખેર

By

Published : Jun 14, 2020, 1:58 PM IST

મુંબઈ: અભિનેત્રીથી રાજકારણી બનેલી કિરણ ખેર આજે પોતાનો 65 મો જન્મદિવસ મનાવી રહી છે. આ વિશેષ પ્રસંગે તેના પતિ અને અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર અનેક થ્રોબેક તસવીરો શેર કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

અનુપમ ખેર

અનુપમે શેર કરેલા થ્રોબેક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કિરણનો જન્મ 14 જૂન 1955 માં થયો હતો. ફિલ્મો ઉપરાંત તે ટીવી પર પણ જોવા મળે છે. આ સાથે તે ચંદીગઢના સાંસદ પણ છે.

અનુપમે જૂના ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું કે, 'હેપ્પી બર્થડે માય ડિયર કિરણ. ભગવાન તમને વિશ્વભરની બધી ખુશીઓ આપે. તમે સ્વસ્થ રહો અને લાંબું જીવન જીવો મને દિલગીર છે કે આ સમયે હું અને સિકંદર તમારી સાથે નથી. તમે બંને ચંદીગગઢમાં છો. અમે બંને તમને યાદ કરીએ છીએ. ટૂંક સમયમાં મળીશું. હંમેશાં પ્રેમ અને પ્રાર્થના.

ઘણાં સ્ટાર્સે અનુપમની આ પોસ્ટ પર કિરણને અભિનંદન આપ્યા હતા. અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂરે લખ્યું છે કે 'હેપી બર્થડે કિરણ, ખૂબ પ્રેમ'. તે જ સમયે, ટીવી અભિનેત્રી મૌની રોયે ટિપ્પણી કરી હતી કે 'હેપ્પી હેપ્પી બર્થડે એન્ડ પ્યાર'

અનુપમ ખેર અને કિરણ ખેર વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. કિરણની અનુપમ સાથેની પહેલી મુલાકાત ચંદીગઢમાં થઈ હતી. બંને એક જ થિયેટરમાં કામ કરતા હતા. જો કે, કિરણે પહેલા મોટા ઉદ્યોગપતિ ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા હતા. તેમના છૂટાછેડા થયા હતા અને પછી કિરણે અનુપમ સાથે લગ્ન કર્યા હતા.

કિરણે 'દેવદાસ', 'મૈં હૂં ના', 'હમ તુમ', 'વીર ઝારા', ' રંગ દે બસંતી ', ' મંગલ પાંડે ', ' કભી અલવિદા ના કહેના ', ' ઓમ શાંતિ ઓમ ', ' દોસ્તાના ', ' સિંઘ ઇઝ કિંગ 'અને' અપને' જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

અનુપમ ખેરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લી વખત 'હોટેલ મુંબઈ', 'વન ડે: જસ્ટિસ ડિલિવરડ' અને 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

હાલમાં અભિનેતાએ પોતાની વેબસાઈટ પર પોતાના કેટલાંક પ્રિય આત્મકથાત્મક નાટક 'કુછ ભી હો સકતા હૈ',ને રજૂ કર્યુ હતું. જેમાં દિગ્ગજ બોલીવુડ અભિનેતાની અસફળતાઓ, વિજય અને જીવનના સંઘર્ષ દર્શાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details