ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અંકિતાએ સુશાંતના અંતિમ સંસ્કારમાં હાજર નહીં રહેવાનું કારણ જણાવ્યું - સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં આભિનેત્રી અંકિતા લોખંડેની અનુપસ્થિતીને કેટલાય લોકોના મનમાં સવાલ ઉભા કર્યો છે. સવાલનો જવાબ આપતા અભિનેત્રીએ જણાવ્યું કે, સુશાંતને તે આવી સ્થીતીમાં નથી જોઇ શકતી તેેથી તેણે સુશાંતની અંતિમ યાત્રામાં જવાનું ટાળ્યુ હતું.

અંકિતાએ સુશાંતના અંતિમ સંસ્કારમાં હાજર ન રહેવાનુ કારણ જણાવ્યુ
અંકિતાએ સુશાંતના અંતિમ સંસ્કારમાં હાજર ન રહેવાનુ કારણ જણાવ્યુ

By

Published : Aug 2, 2020, 4:46 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને દોઢ મહિનો થઇ ચુક્યો છે. પરંતુ એક્ટરનો સૂસાઇડ કેસ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

એક ચેનલ સાથે ઈન્ટરવ્યૂ દરમિયાન વાતચિત કરતા સુશાંત સિંહની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ જણાવ્યું કે, મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. હું અજાણ્યા નંબરનો કોલ રિસીવ નથી કરતી. મેં તે કોલ રિસીવ કર્યો. એ પત્રકારનો કોલ હતો તેણે મને જણાવ્યું કે, સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. હુ સાવ ડરી ગઇ જેની મને ઉમ્મીદ ન હતી.

અંકિતાએ જણાવ્યું કે, મારે શું કરવુ તે મને ખુદને સમજ ન પડી, આગલા દિવસે અંતિમ સંસ્કાર થવાના હતા. જોકે હું તેના અંતિમ સંસ્કારમાં ન ગઈ કારણકે, હું સુશાંતને આવી સ્થિતીમાં જોઇશ તો હુ આખી જીંદગી તેને નહીં ભુલી શકુ તેથી મે અંતિમ યાત્રામાં જવાનું ટાળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details