મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની કઝીન અલાના પાંડેએ તેની તાજેતરની પોસ્ટમાં મહિના પહેલા થયેલા ખરાબ વર્તન વિશે લખ્યુ હતું.
અલાના પાંડે હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે, તેણી ઘણી વખત તેના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરે છે, જેમાં સારી અને ખરાબ બંને પ્રકારના કમેન્ટસ મળે છે. પરંતુ એક કમેન્ટ એવી હતી જેણે તેને હચમચાવી હતી અને તે એક મહિલાની હતી.
ખરેખર, અલાના પાંડેએ તેની કેટલીક હોટ પિક્ચરો બિકીનીમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ પોસ્ટ પર તેને ગેંગરેપ કરવાની ધમકી મળી હતી. આશ્ચર્યજનક રીતે, તે એક મહિલા હતી જેણે તેને ધમકી આપી હતી.
તાજેતરમાં પોતાની પોસ્ટમાં તેણે આ કડવા અનુભવને શેર કરતાં લખ્યું હતું કે, 'મારી પોસ્ટ પર એક મહિલાએ ટિપ્પણી કરી હતી કે, મારી પર ગેંગરેપ થવો જોઈએ. કારણ કે, મેં બિકીનીમાં એક તસવીર શેર કરી હતી. તે મહિલાએ મારા માતાપિતાને પણ ટેગ કર્યા હતા જેથી તેઓ પણ તેને જોઈ શકે.
અલાનાએ લખ્યું હતું કે, 'મને વિચાર આવે મારે તે કમેન્ટનો સ્ક્રીન શોટ લેવાનો હતો. પરંતુ તે વખતે હું એ કમેન્ટ જોઈને ગભરાઇ ગઈ હતી. મેં ઇન્સ્ટાગ્રામ પરથી તે મહિલા સંબધિત તમામ કમેન્ટ ડિલિટ કરી નાખી હતી. મેં જોયું કે, તે એક પરિણીત મહિલા છે અને તેને એક પુત્રી પણ છે. તે મારાથી પણ નાની છે. હું સમજી શકતી નથી કે તમે તેના જેવા બીજા કોઈના બાળક વિશે આવું કેવી રીતે વિચારી શકો છો.
આ પોસ્ટ પર ટિપ્પણી કરતાં, એલી અવરામ સહિત ઘણા સેલેબ્સે કહ્યું કે, તે ખૂબ જ બહાદુર છે અને તેની સાથે આવું થયું તેનાથી તે ખૂબ જ દુઃખી છે. બિપાશા બાસુએ એક ઇંસ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી અને અલાનાને હિંમત આપી અને કહ્યું કે, આ તારું જીવન છે અને પસંદ પણ તારી હોવી જોઈએ.