મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાનની ઈમારત બીએમસી અધિકારીઓને એક કોરોના પોઝિટિવ દર્દી મળતા તેને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ દર્દી બીજુ કોઈ નહીં પણ મલાઈકાની બહેન અમૃતા અરોડાના સસરા હતા. જે તેની જ બિલ્ડિંગ રહેતા હતા.
અમૃતાના જણાવ્યાનુસાર, તેના સસરા હલે વાઈરસના જોખમથી બહાર છે. એક રિપોર્ટ અનુસાર મલાઈકાની અમૃતાના સસરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના સસરા એક નર્સના સંપર્કમાં આવ્યા હતા.