ડિઝનીની ફિલ્મ ભારતની કોઈપણ એનિમેશન ફિલ્મ કરતા વિકેન્ડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં જ ભારતમાં 19.10 કરોડની કમાણી કરી છે.
ફ્રોઝન-2ની ધમાકેદાર ઓપનિંગ, પ્રથમ વીકેન્ડમાં કરી આટલા કરોડની કમાણી - ફ્રોઝન-2
મુંબઈઃ ક્રિસ બક અને જેનિફર લીની ડાયરેક્ટોરિયલ 'ફ્રોઝન 2'એ પોતાના ઓપનિંગ વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર ખુબ સારો પ્રતિસાદ મેળવ્યો છે. ડિઝનીની એનિમેટેડ ફિલ્મ 'ફ્રોઝન 2'એ પહેલા વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર 19 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ ઈન્ડિયામાં અગ્રેજી , હિન્દી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થઈ છે.
Frozen 2 Film Review
ગયા શુક્રવારે રિલીઝ થયેલી ફ્રોઝન 2એ તેના શરૂઆતના દિવસે 3.35 કરોડની કમાણી કરી હતી. શનિવાર અને રવિવારે આ ફિલ્મે વધુ કમાણી હતી. શનિવારે ફિલ્મે 7.10 કરોડની કમાણી કરી હતી અને રવિવારે આ ફિલ્મે 3.35 કરોડની કમાણી કરી હતી.
'ફ્રોઝન 2'ની સ્ટોરી ખુદને શોધવા માટે તેની યાત્રાને પુનર્જીવિત કરે છે, જેમાં તે હાલમાં તેની ભૂતકાળની બાબતોને વર્તમાનોને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે.