મુંબઇ: બૉલિવૂડથી હૉલીવૂડ સુધી પોતાની એક્ટિંગમાં સફળતા મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડા એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે.
આ સમય દરમિયાન અભિનેત્રીએ એક અદભૂત સફર કરી છે. દેશી ગર્લથી લઈને ગ્લોબલ આઇકોન બનવાની જર્ની બેમિસાલ રહી છે.
તેની સુંદર સફરના 20 વર્ષ પૂરા થવા પર પ્રિયંકા આ પ્રસંગને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા જઇ રહી છે.
તેણે જેની જાહેરાત તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને કરી છે. આ વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે, આ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર હવે તે પોતાની કારકીર્દિની 20 સૌથી મોટી પળોને યાદ કરવા જઇ રહી છે અથવા કહીએ કે, તે ક્ષણો જેણે તેના જીવન પર ઉંડી અસર કરી છે. પ્રિયંકાએ આ વીડિયો સાથે લોકોને એક ખાસ સંદેશ પણ આપ્યો છે.
આ વીડિયોની સાથે કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, 'સેલિબ્રેશનનો સમય છે. 2020 માં, હું આ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. મને ખબર નથી કે, તે કેવી રીતે થયું. તમારા બધાનો સાથ મારી સાથે હમેશા રહ્યો છે. આવો મારી સાથે જોડાઓ, હું તમને આ સફર બતાવવા માંગું છું.'
આ વીડિયો જોયા બાદ અભિનેત્રીના ફેન્સમાં ખુશીની લહેર છે. ઉપરાંત ફેન્સ કમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય તે જાણવા માટે ઉત્સાહિત છે કે, પ્રિયંકા તેની પળો બધાની સાથે શેર કરવા જઇ રહી છે.
વધુમાં જણાવવામાં આવે તો આ પહેલા પણ પ્રિયંકાએ એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેના 20 વર્ષ પૂરા થવા પર, એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે મિસવર્લ્ડથી હૉલીવૂડ સુધીની સફર સુંદર રીતે બતાવામાં આવી હતી.
આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, પ્રિયંકા ચોપડાએ થોડા દિવસો પહેલા એમેઝોન સાથે મલ્ટી-મિલિયન ડોલર ડીલ સાઇન કરી છે. તે તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ દ્વારા એમેઝોન સાથે ખૂબ સરસ કંટેટ બનાવવા જઈ રહી છે.