ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઓટીટી પર ફિલ્મો રિલીઝ કરવી કે નહીં તે નિર્માતાઓની પસંદગીઃ રિચા ચઢ્ઢા - રિચા ચઢ્ઢાનું ઓટીટી પર ફિલ્મ અંગે મંતવ્ય

લોકડાઉનને કારણે બધા થિયેટરો બંધ છે. તો આવામાં ઘણી બધી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. જેના પર રિચા ચઢ્ઢાનું કહેવુ છે કે ઓટીટી પર ફિલ્મો રિલીઝ થવી તે નિર્માતાઓની પસંદગી હોવી જોઈએ.

etv bharat
રિચા ચઢ્ઢાનું કહેવુ છે કે ઓટીટી પર ફિલ્મો રિલીઝ થવી તે નિર્માતાઓની પસંદગી હોવી જોઈએ.

By

Published : Jun 12, 2020, 5:28 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાનું કહેવું છે કે કોઇ પણ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવી કે મોટા પડદા પર રિલીઝ થવી તે નિર્માતાઓની પસંદગી હોવી જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કે, મહામારીના આ સમયમાં ફિલ્મો બતાવવી સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે, ગમે તે માધ્યમ કેમ ના હોય.

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ 'ગુલાબો સીતાબો', વિદ્યા બાલન અભિનીત 'શકુંતલા દેવી', અક્ષય કુમાર અભિનીત 'લક્ષ્મી બોમ્બ' અને 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' જેવી ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિચાએ આ અંગે આઈએએનએસને કહ્યું, "તે નિર્માતાઓની ઇચ્છા છે. તે તેમના પર સંપૂર્ણ આધાર રાખે છે. જો આવી કોઈ તારીખ હોય અને ઓટીટી ખાતરી આપે કે ઘણાં લોકો ફિલ્મ જોશે, તો સ્વાભાવિક રીતે તે તેને જ પંસદ કરશે કારણ કે જો થિયેટરો ખોલવામાં આવે તો પણ હજી કેટલા લોકો થિયેટરમાં પાછા આવવાનું પસંદ કરશે તે સ્પષ્ટ નથી. "

રિચા ચઢ્ઢાનું કહેવુ છે કે ઓટીટી પર ફિલ્મો રિલીઝ થવી તે નિર્માતાઓની પસંદગી હોવી જોઈએ.

અભિનેત્રીનું કહેવું છે કે તે વેબ અને થિયેટરની દુનિયામાં ભેદભાવ રાખતી નથી.

રિચા કહે છે, "મને નથી લાગતું કે ઓટીટી કે સિનેમા - આમાંથી કોઇ પણ એક બીજાથી કમ છે. સિનેમા ચોક્કસપણે કંઈક એવું છે કે જે આપણે બધા કરવા માંગીએ છીએ, પોતાને મોટા પડદા પર જોવા માંગીયે છીએ અને ફિલ્મનો હિસ્સો બનવા માંગીએ છીએ. પરંતુ આવી એક અનિશ્ચિત પરિસ્થિતિમાં, માધ્યમને ધ્યાનમાં લીધા વિના, આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણી ફિલ્મો દર્શકો સુધી પહોંચે. "

રિચા છેલ્લે ફિલ્મ 'સેક્શન 375' માં જોવા મળી હતી. આગામી સમયમાં તે 'અભી તો પાર્ટી શરુ હુઇ હૈ' અને 'શકીલા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ સાથે, તે વેબ સિરીઝ 'ઇનસાઇડ એજ'નો પણ એક ભાગ છે.

ABOUT THE AUTHOR

...view details