લૉસ એન્જલિસઃ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ અમેરિકામાં ચાલી રહેલા રંગભેદના આંદોલનને સમર્થન આપતાં આ ભેદભાવને દૂર કરવા માટે જરૂરી પગલા લેવાની અપીલ કરી હતી. નિકે ટ્વીટર પર લખ્યું કે, આ ઘટના વિશે જાણીને મારું અને પ્રિયંકાનું મન ભારે થઈ ગયું હતું. દુનિાયાભરમાં અસમાનતા જોવા મળે છે. રંગભેદ, કટ્ટરતા, અને બહિષ્કાર ઘણાં લાંબા સમયથી ચાલતા આવ્યા છે. જેને હવે અટકાવવાનો સમય આવી ગયો છે. આપણે આ બધાની સામે મૌન ન રહેવું જોઈએ. તેનો સામનો કરવો જોઈએ.
'રંગભેદ' વિરુદ્ધના આંદોલનમાં પ્રિયંકા અને નિક સામેલ થયા - બોલીવુડ ન્યૂઝ
પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ અમેરિકામાં ચાલી રહેલા રંગભેદના આંદોલનને સમર્થન આપતાં આ ભેદભાવને દૂર કરવા માટે જરૂરી પગલા લેવાની અપીલ કરી હતી.
બોલીવુડ ન્યૂઝ
અમેરિકામાં થઈ રહેલા પ્રદર્શનોની વચ્ચે નિકે કહ્યું કે, તેમણે ઈક્વલ જસ્ટિસ ઈનિશિએટિવ અને અમેરિકન સિવિલ લિબર્ટીઝ યૂનિયન માટે દાન આપ્યું છે. પ્રિયંકા ચોપડાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને જૉર્જ ફ્લૉયડના છેલ્લા શબ્દ, પ્લીઝ આઈ કાન્ટ બ્રીથ (હું શ્વાસ નથી લઈ શકતો)ની સાથે રંગભેદ વિરુદ્ધ પોતાના વિચાર રજૂ કર્યા હતા.