ગુજરાત

gujarat

ગૂગલ મેપ વોઇસ નેવીગેશનમાં સાંભળવા મળી શકે છે અમિતાભ બચ્ચનનો અવાજ

By

Published : Jun 11, 2020, 5:34 PM IST

હવે ટૂંક સમયમાં ગૂગલ મેપ્સમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાઇ શકે છે. જ્યારે ગૂગલે પહેલાજ બચ્ચન સાહબને ગૂગલ મૈપ્સ માટે ભારતનો અવાજ બનવા સંપર્ક કરી ચૂક્યો છે, જો કે અહેવાલ મુજબ હજી સુધી કોઈ કરાર કરવામાં આવ્યો નથી.

etv bharat
ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનનો અવાજ ગૂગલ મેપ વોઇસ નેવીગેશનમાં સંભાળી શકાશે

મુંબઇ: અમિતાભ બચ્ચનને બોલિવૂડના મહાનાયક કહેવામાં આવે છે. તેના વ્યક્તિત્વથી લઈને તેના અવાજ સુધી દરેક વ્યક્તિ દિવાના છે. કેવું રહેશ.. જો તમે ગૂગલ મેપ ખોલો અને પછી અમિતાભનો અવાજ સંભળાય અને તે રસ્તો બતાવે. કારણ કે, ગૂગલ મેપ્સના વોઇસ નેવિગેશનમાં તમને બીગ બીનો અવાજ સંભળાઇ શકે છે.

ખરેખર, સમાચાર એ છે કે ગૂગલે અમિતાભ બચ્ચનનો સંપર્ક પોતાના નક્શા માટે અવાજ રેકોર્ડ કરવા કર્યો છે. ગૂગલે આ માટે તેમને એક મોટી રકમની ઓફર પણ કરી છે. હવે રાહ એ વાતની છે કે આ બિગ બી ઓફર સ્વીકારે છે કે નહીં.

જો અમિતાભ બચ્ચન ગુગલ તરફથી ઓફર સ્વીકારે છે, તો કંપની તેમને તેમના ઘરેથી અવાજ રેકોર્ડ કરવાની સુવિધા પૂરી પાડશે. જો કે આ અહેવાલો પર અમિતાભ બચ્ચન તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આવી નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે શૂજીત સરકારની ફિલ્મ 'ગુલાબો સીતાબો'માં જોવા મળશે. આ ફિલ્મ 12 જૂન, 2020ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રિલીઝ થશે. આ સાથે જ બિગ બી 'ઝુંડ', 'બ્રહ્માસ્ત્ર' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details