ઝાયરાની ફિલ્મ ક્ષેત્ર છોડ્યા બાદ તમામ લોકો તેની પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક આ નિર્ણયને યોગય તો કેટલાક તેમનો અંગત નિર્ણય હોવાનું જણાવી રહ્યાં છે. તેની વચ્ચે જાયરાનું એકાઉન્ટ હેક કરી આ પોસ્ટ ઝાયરાએ નહીં પરંતુ હેકરે પોસ્ટ કરી હોવાની અફવા સામે આવી હતી. ત્યારે જાયરાના મેનેજરે સ્પષ્ટ કર્યું છે કે ઝાયરાનું એકાઉન્ટ ન તો કોઈએ હેક કર્યું છે અને ન તો તેઓએ આ નિર્ણય કોઈના દબાણમાં લીધો છે.
ઝાયરા વસીમનું એકાઉન્ટ હેક નથી થયું, મેનેજરે કરી સ્પષ્ટતા - Religion
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા આમિર ખાન સાથે 'દંગલ' અને 'સીક્રેટ સુપરસ્ટાર'માં કામ કરનારી અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવૂડ છોડવાના નિર્ણય બાદ ચર્ચામાં છે. આવા સમયે તેના મેનેજર તુહીન મિશ્રાએ જણાવ્યું કે જાયરા વસીમે એક્ટિંગ છોડવાના નિર્ણયની પોસ્ટ જાતે જ લખી છે. તેમનું એકાઉન્ટ હેક નથી થયું. જાયરાએ ખુદ આ નિર્ણય લીધો છે, જેનું આપણે સન્માન કરવું જોઈએ.
ANI અનુસાર "દંગલ ગર્લ" ઝાયરા વસીમનું એકાઉન્ટ હેક થવાના સમાચાર પર તેમના મેનેજર તુહિન મિશ્રાએ કહ્યું કે, "એકાઉન્ટ હેક થયાનું ક્યારેય કહ્યું નથી, પરંતુ શું થયું એ જાણવા માંગુ છુ. તે પોસ્ટ ઝાયરા વસીમે ખુદ કરી છે."
અભિનેત્રી ઝાયરા વસીમે ફક્ત 5 વર્ષની અંદર જ બોલીવૂડની ચમકતી દુનિયાને અલવિદા કહી દીધુ. જ્યાં તેને અઢળક નામના મળી, રૂપિયા અને સંપતિ મળી. તેણે ફેસબુક પોસ્ટ કરી બધાને ચોંકાવી દીધા કે તે હવે ફિલ્મોમાં કામ નહીં કરે. તેનાથી વધુ ચોંકાવનાર ઘટનાએ છે કે તેણે તે માટે ધર્મને કારણ તરીકે દર્શાવ્યુ.