- Bollywood actress Shilpa Shetty ના પતિ રાજ કુંદ્રાનો 'અશ્લીલકાંડ'
- મુંબઈ પોલિસે ફરિયાદ નોંધાયાના 3 મહિના બાદ કુંદ્રા સામે કરી કાર્યવાહી
- કઇ રીતે રાજ કુંદ્રાના કરતૂતોના પુરાવા ભેગાં કર્યાં, જાણો
મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ( Bollywood actress Shilpa Shetty ) ના પતિ રાજ કુંદ્રાની (Raj Kundra ) સોમવારે રાત્રે ક્રાઇમ બ્રાંચ ( Mumbai Police ) દ્વારા એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ અશ્લીલ ફિલ્મો બનાવવાની અને કેટલાક એપ્સ દ્વારા તેને પ્રકાશિત કરવાના કેસ સંબંધિત છે. મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
Raj Kundra સામે કેસને મજબૂત બનાવવા વિલંબ
જાણવા જેવું છે કે એપ્રિલમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલા કેસમાં Raj Kundra ની ધરપકડના વિલંબ વિશે બોલતા મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર (Crime) મિલિંદ ભારંબેએ કહ્યું હતું કે એક મજબૂત કેસ બનાવવા માટે ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા મળ્યાં છે. પોલીસ કડક કાર્યવાહી કરે તે પહેલાં પૈસા ટ્રાન્સફર, ખાતાઓની માલિકી, સામગ્રી અને પ્રકાશકની ચકાસણી વગેરેના પુરાવા મેળવવા માટે આ સમય લાગી ગયો હતો.
નાણાં ટ્રાન્સફર માટેની જાળ ભેદાઈ
વિવિધ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થતાં હોવાનું ભારંબેએ જણાવ્યું હતું, પોર્ન ફિલ્મોના રેકેટનો ભોગ બનેલા લોકોને થોડાક હજાર રૂપિયા જ મળતાં હતાં. તપાસ દરમિયાન તે પ્રકાશમાં આવ્યું કે આર્મસ્પ્રાઇમ નામની કંપનીએ કેનરીન માટે એપ્લિકેશન (હોટશોટ્સ) તૈયાર કરી હતી અને તેમાં વ્યક્તિગત એપ્લિકેશનો પણ હતી. વિયાન ઇન્ડસ્ટ્રીઝે કેનરીન સાથે કન્ટેન્ટ બનાવવાની જવાબદારી અને યુકે સ્થિત એન્ટિટી દ્વારા કુંદ્રાની ( Raj Kundra ) કંપનીમાં નાણાં ટ્રાન્સફર કરવાની જવાબદારી અંગે કરાર કર્યો હતો.