ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી નીરજ ચોપરા પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે? જુઓ. - Bollywood News

ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધારનારા ખેલાડી નીરજ ચોપરા અત્યારે ઘણા ચર્ચામાં છે. તો બીજી તરફ નીરજના જીવન પર બાયોપિક ફિલ્મ બને તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે નીરજ ચોપરા પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે. તે તમને ખબર છે?

નીરજ ચોપરા
નીરજ ચોપરા

By

Published : Aug 10, 2021, 5:34 PM IST

  • ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી નીરજ ચોપરા પર બની શકે છે બાયોપિક ફિલ્મ
  • નીરજ ચોપરા પોતાની બાયોપિક ફિલ્મમાં કયા અભિનેતાને જોવા માગે છે તે અંગે કર્યો ખુલાસો
  • વર્ષ 2018માં નીરજ ચોપરાએ પોતાની બાયોપિક ફિલ્મ માટે 2 અભિનેતાના નામ સૂચવ્યા હતા

ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સમાં સમગ્ર દેશનું ગૌરવ વધારનારા અને ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી નીરજ ચોપરાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. આ તમામની વચ્ચે નીરજ ચોપરાની બાયોપિક ફિલ્મ બનાવવાની પણ વાત થવા લાગી છે, પરંતુ તમને ખબર છે, નીરજ ચોપરા પોતાની બાયોપિકમાં કયા અભિનેતાને જોવા માગે છે? નથી જાણતા. તો તમને જણાવીએ કે, નીરજ ચોપરા પહેલા જ કહી ચૂક્યા છે કે, જો તેમના જીવન પર બાયોપિક ફિલ્મ બને તો તે કોને પોતાના રોલમાં જોવા માગશે. આ માટે નીરજે 2 અભિનેતાઓની પસંદગી કરી છે.

આ પણ વાંચો- ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા યુવતીઓમાં બન્યો લોકપ્રિય

અક્ષય કુમારે તાજેતરમાં જ આપી હતી પ્રતિક્રિયા

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2018માં નીરજ ચોપરા એટલા પ્રખ્યાત નહતા પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જો તેમના જીવન પર બાયોપિક બનશે તો તેઓ અભિનેતા અક્ષય કુમાર અથવા તો રણદીપ હુડ્ડાને તે ફિલ્મમાં જોવા માગશે. તેમના મતે ઘણું સારું થશે કે, તેમની બાયોપિક બને અને તેમાં બંનેમાંથી એક અભિનેતાને જુએ. તો બીજી તરફ આ અંગે અક્ષય કુમારે હાલમાં જ પોતાની પ્રતિક્રિયા આપી છે. અક્ષય કુમારે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે પોતે ઘણા સુંદર દેખાઈ રહ્યા છે. જો મારી ક્યારેય પણ બાયોપિક બને તો હું ઈચ્છું છું કે, તેમાં તેમણે કામ કરવું જોઈએ. આપને જણાવી દઈએ કે, નીરજ ચોપરાની જીત પછી કેટલાક મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં અક્ષય કુમારને જ તેમની બાયોપિક માટે પરફેક્ટ ગણાવવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details