ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મિકા સિંઘે 'કુત્તા કુત્તા' ગીત શેર કરી કોના વખાણ કર્યા? જુઓ વીડિયો - Bollywood News

હિન્દી સિનેમાના ખૂબ જ પ્રખ્યાત ગાયક મિકા સિંઘે મોટા ભાગના તમામ હિટ ગીત જ ગાયા છે. જો કે, અવારનવાર મિકા સિંઘ વિવાદમાં સપડાતા જોવા મળે છે. એ પછી રાખી સાવંત હોય કે પછી કમાલ આર ખાન. હાલમાં મિકા સિંઘે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો 'કુત્તા કુત્તા' ગીત પર 2 વ્યક્તિ ડાન્સ કરી રહ્યા છે. આ ગીત મિકા સિંઘે ગાયું છે. આ ગીતના કેપ્શનમાં મિકા સિંઘે ડાન્સ કરી રહેલા બંને લોકોને ક્યૂટ કહ્યા છે. આ સાથે મિકા સિંઘે #krkkutta લખીને ડાન્સ કરતા રહો કહ્યું હતું.

xx
મિકા સિંઘે 'કુત્તા કુત્તા' ગીત શેર કરી કોના વખાણ કર્યા? જુઓ વીડિયો

By

Published : Jun 18, 2021, 2:22 PM IST

Updated : Jun 18, 2021, 3:45 PM IST

  • મિકા સિંઘે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં 'કુત્તા કુત્તા' ગીત પર 2 વ્યક્તિ કરી રહ્યા છે ડાન્સ
  • મિકા સિંઘે ગાયેલું 'કુત્તા કુત્તા' ગીત ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે

અમદાવાદ: હિન્દી સિનેમાના ગાયક મિકા સિંઘ અને કમાલ આર. ખાન (KRK)વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મિકા સિંઘે KRK માટે 'કુત્તે કા બચ્ચા' ગીત બનાવ્યું છે. અભિનેતા સલમાન ખાનની ફિલ્મથી બંને વચ્ચે વિવાદ શરૂ થયો છે. ત્યારે KRKની મજાક ઉડાવવા મિકા સિંઘે આ ગીત બનાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ધર્મેન્દ્રએ 85 વર્ષની વયે કર્યું વોટર એરોબિક્સ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

ડાન્સમાં નાચતા બંને વ્યક્તિના એક્સપ્રેશન ધ્યાન આકર્ષી રહ્યા છે

ગાયક મિકા સિંઘે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં 2 વ્યક્તિ કુત્તા કુત્તા ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં ડાન્સ કરનારા બન્ને વ્યક્તિના એક્સપ્રેશન સૌનું ધ્યાન આકર્ષી રહી છે. આ સાથે જ મિકા સિંઘ પણ આ વીડિયો જોઈને તેના વખાણ કરતા રહી નહતા શક્યા. એટલે મિકા સિંઘે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને બંને વ્યક્તિના વખાણ કર્યા હતા.

Last Updated : Jun 18, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details