ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જિશુ સેનગુપ્તાએ એવું તો શું કર્યું કે ચોંકી ગઈ વિદ્યા બાલન ??? - ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ

ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ દરમિયાન વિદ્યા બાલને જિશુ સેનગુપ્તા સાથેની પ્રથમ મુલાકાત વિશે વાત કરી હતી. જ્યારે ફિલ્મ નિર્માતા સુજોય ઘોષે બંગાળી અભિનેતા જિશુ સાથે વિદ્યાનો પરિચય કરાવ્યો ત્યારે જિશુ કઈ બોલ્યો નહીં અને તેને વિદ્યા સામે જોઈને સ્મિત સુદ્ધા કર્યું ન હતું.

શકુંતલા દેવી
શકુંતલા દેવી

By

Published : May 20, 2020, 8:50 AM IST

મુંબઇ: અભિનેત્રી વિદ્યા બાલને જણાવ્યું કે, અભિનેતા જિશુ સેનગુપ્તાએ પહેલી મીટિંગ દરમિયાન તેની સાથે વાત કરી નહોતી. તેમજ તે વિદ્યા સામે જોઈને સ્મિત પણ કર્યું નહીં. વિદ્યાની આગામી ફિલ્મ શકુંતલા દેવીમાં સહ-અભિનેતા જિશુ સેનગુપ્તા સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ કરતા સમયે આ વાતનો ખુલાસો વિદ્યાએ કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ દરમિયાન વિદ્યાએ મજાક કરી હતી કે, જ્યારે ફિલ્મ નિર્માતા સુજોય ઘોષે તેનો બંગાળી અભિનેતા જિશુ સાથે પરિચય કરાવ્યો ત્યારે તેને પોતાનો એટિટ્યુડ બતાવ્યો હતો. આ વાત સાંભળીને જિશુએ જોરથી બૂમ પાડી અને આ વાત નકારી કાઢી હતી. જિશુએ કહ્યું કે, વિદ્યા તેની મજાક ઉડાવતા આ વાત ઘણી જગ્યાએ કરે છે.

ઉલ્લેખનીય છે કે, વિદ્યા અને જિશુ આગામી ફિલ્મ 'શકુંતલા દેવી'માં પતિ અને પત્ની તરીકે દેખાશે. અનુ મેનન દિગ્દર્શિત આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને અમિત સાધ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે, જૂનમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details