ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનાક્ષી સાથે રિલેશનશીપની માહિતી પર ઝહીરે તોડ્યું મૌન, કહ્યું... - સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા અને નોટબુક અભિનેતા ઝહીર ઇકબાલ અફેરની ચર્ચા કેટલીય વાર થતી જોવા મળે છે. પરંતુ એક ઇન્ટરવ્યુમાં ઝહીરે આ અંગે મૌન તોડી જણાવ્યું કે, આ બધી જ અફવા છે.

sonakshi sinha
sonakshi sinha

By

Published : Apr 13, 2020, 9:06 PM IST

મુંબઇઃ અભિનેતા ઝહીર ઇકબાલ અને અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ડેટના સમાચારની ચર્ચાઓ ચાલી રહી હતી. જેના પર એક્ટર ઝહીરે પોતાની સફાઇ આપી હતી.

હાલમાં જ ઝહીર અને સોનાક્ષી સિન્હા ડેટિંગની માહિતીને લઇને ચર્ચામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ઝહીર અને સોનાક્ષી સિન્હા રિલેશનશીપમાં છે. જો કે, ઝહીરે આ સમાચારને પાયાવિહોણા કહ્યા છે અને અફવા ગણાવી છે.

એક ઇન્ટરવ્યુમાં ઝહીરે આ સમાચાર પર ખુલીને વાત કરી હતી. આ સમાચાર પર હસતા ઝહીરે કહ્યું કે, ડેટિંગની અફવાઓ સાંભળીને હું અને સોનાક્ષી ખૂબ જ હસ્યા હતા. મને લઇને પહેલાી અફવા હતી. એવામાં મને ખબર ન હતી કે, આવી પ્રતિક્રિયા આપવી જોઇએ. લોકોએ અમને જોયા. સોનાક્ષી અને હું એકબીજાની સાથે મજા લઇ રહ્યા હતા અને કોઇએ જોયા અને આવી અફવાઓ શરુ થઇ ગઇ.

તેમણે આગળ જણાવ્યું કે, જે દિવસે આવું થયું તે દિવસે અમે એકબીજાને મેસેજ કર્યો કે, આ વિશે ગૂગલ એલર્ટથી નોટિફિકેશન આવી છે. સૌથી વધુ અજીબ વાત એ છે કે, સોનાક્ષીને ખબર હતી કે, ત્યારે હું કોને ડેટ કરી રહ્યો હતો. જો કે, માહિતી મળી રહી છે કે, ઝહીર અત્યાર સિંગલ છે અને તે સોનાક્ષીની જગ્યાએ અન્ય કોઇને ડેટ કરી રહ્યા હતા. તો સલમાન ખાનની આગામી ફિલ્મ કભી ઇદ કભી દિવાલીમાં તેના કાસ્ટ કરવાની માહિતી વિશે ઝહીરે કોઇ ખુલાસો કર્યો ન હતો.

વધુમાં તમને જણાવીએ તો બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના મિત્રના દિકરા ઝહીર ઇકબાલને ગત્ત વર્ષ પ્રનૂતન બહલની સાથે ફિલ્મ નોટબુકથી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રનૂતન અને ઝહીર બંનેના પર્ફોર્મન્સના ખૂબ જ વખાણ થઇ રહ્યા હતા. જો કે, અત્યાર સુધી તેની બીજી ફિલ્મની જાણકારી સામે આવી નથી અને એક્ટરે પોતાના આવતા પ્રોજેક્ટ વિશે જણાવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details