ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતના મોત પર બિહાર પોલીસનું નિવેદન, કહ્યું અમે કોલ ડિટેઇલ પર નજર રાખી રહ્યા છીએ - સુશાંતના સીમ કાર્ડ મિત્ર સિદ્ધાર્થ પીઠાણીના નામ પર

સુશાંતના મોત મામલે તપાસ કરતી બિહાર પોલીસની ટીમે રવિવારે કહ્યું કે સુશાંત જે સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો તેમાંથી એક પણ તેમના નામે નોંધાયેલા નથી. તેમાંથી એક તેના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીના નામે નોંધાયેલું છે. ટીમે વધુમાં કહ્યું કે, તેઓ કોલ ડિટેઇલ રેકોર્ડ (સીડીઆર) પર નજર રાખી રહ્યા છીએ.

સુશાંત
સુશાંત

By

Published : Aug 3, 2020, 6:22 PM IST

મુંબઈ: સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં બિહાર પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર સુશાંત ઘણા દિવસોથી મોબાઈલમાં જે સીમનો ઉપયોગ કરી રહ્યો હતો તે સિમ તેમના નામે નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, તેમાંથી એક તેના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીના નામ પર છે. પોલીસ કહ્યું કે હવે અમે કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (સીડીઆર) શોધી રહ્યા છીએ.

સુશાંતના મોત પહેલા થયેલી તેની પૂર્વ મેનેજર દિશા સલિયનના પરિવારની પૂછપરછ કરવાની પણ તૈયારી બિહાર પોલીસ કરી રહી છે. બિહાર પોલીસે દિશાના પરિવારની પૂછપરછ માટે અનેક વખત ફોન કર્યો છે, પરંતુ કોઈનો સંપર્ક થઇ શક્યો નથી.

બિહાર પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, તેઓનો પછીથી સંપર્ક કરીને પૂછપરછ કરવામાં આવશે. પોલીસએ જાણવાની કોશિશ કરી રહી છે કે બંને મોત વચ્ચે કોઈ જોડાણ છે કે કેમ.

આ પહેલા બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ તેમની તપાસમાં મુંબઈ પોલીસનો અસહકાર દર્શાવ્યો છે તેમ જમાવ્યું હતું.

તેમણે કહ્યું, 'અમારી પાસે પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો, સીસીટીવી ફૂટેજ અથવા તપાસ દરમિયાન મુંબઈ પોલીસે એકત્રિત કરેલી કોઈ માહિતી નથી. અમારા મુખ્યપ્રધાને મહારાષ્ટ્રના સીએમને તેમના પોલીસ દળને અમારો સહયોગ આપવા કહેવા વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details