મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતે માફી માગવાથી ઇન્કાર કરી દીધું છે. શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું કે, કંગનાને મહારાષ્ટ્રથી માફી માગવી જોઇએ. જે બાદ કંગનાએ ટ્વિટ કરીને સંજય રાઉતને વળતો જવાબ આપ્યો હતો. "સંજય જી, મને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે. મને મારા દેશમાં ક્યાંય પણ જવાની સ્વતંત્રતા છે. હું આઝાદ છું."
કંગના રનૌતની ટિપ્પણી પર મુંબઈને મિની પાકિસ્તાન સાથે સરખાવીને સતત આક્ષેપો કરવામાં આવે છે. હવે ફરી એકવાર કંગનાએ શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપેલા નિવેદનોનો જવાબ આપ્યો છે કે 'સંજય જી મને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે. મને મારા દેશમાં ક્યાંય પણ જવાની સ્વતંત્રતા છે. હું મુક્ત છું
કંગના રનૌત દ્વારા મુંબઇને મિની પાકિસ્તાન સાથે સરખામણી કર્યા બાદ બન્ને એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે.
રાઉતે પૂછયું કે તેણે મુંબઇને મિની પાકિસ્તાન કહ્યું છે, શું અમદાવાદ વિશે તે આવું બોલવાની હિંમત રાખે છે.?
આ આગાઉ ગુરૂવારે અભિનેત્રીએ ટ્વિટ પર દાવો કર્યો હતો કે, સંજય રાઉત, શિવસેના નેતાએ મને ધમકી આપી છે અને મને મુંબઇ પરત ન ફરવા કહ્યું છે.
કંગના રનૌતે કહ્યું કે, 'સંજય રાઉતજીએ મારા માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો તેઓ સરકારી કર્મચારી છે. આ દેશમાં દરરોજ કેટલી છોકરીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે, તે તેઓ જાણે છે. તેમના શરીર કાપી એસીડ નાખીને ફેંકી દેવામાં આવે છે. તેમનું કામની જગ્યાએ અપમાન કરવામાં આવી રહ્યું છે. તેનો પોતાનો પતિ તેના કાન, નાક, મોં, જડબાને તોડી રહ્યા છે. શું તમે જાણો છો કે આ માટે કોણ જવાબદાર છે? આ માનસિકતા જ આ માટે જવાબદાર છે. જેનું પ્રદર્શન તમે આખા સમાજ અને સમગ્ર દેશની સામે કર્યું છે. આ દેશની દીકરીઓ તમને માફ કરશે નહીં સંજયજી.
કંગના રનૌતે આગળ કહ્યું કે, 'જે મુંબઈ પોલીસના હું વખાણ કરતા થાકતી નહોતી, તમે જોઈ લો મારા કોઈપણ જુના ઈન્ટરવ્યૂ. આજે જ્યારે તે પાલઘરના લિંચિંગમાં સાધુઓ સામે કશું જ કરતા નથી, ઉભા રહે છે. એક લાચાર બાપ સુશાંતના પિતાની એફઆઈઆર નથી લેતા અને મારા સ્ટેટમેન્ટ પણ નથી લેતા. આ વહીવટીતંત્રના કારણે હું તેની નિંદા કરુ છું. આ મારી અભિવ્યક્તિની સ્વાતંત્રતા છે. હું તેની નિંદા કરુ છું અને સંજયજી હું તમારી નિંદા કરું છું. સંજયજી હું 9 સપ્ટેમ્બરે આવી રહી છું."