ગુજરાત

gujarat

ETV Bharat / sitara

17 વર્ષની થઈ ન્યાસા દેવગન, કાજોલે એક ખાસ વીડિયો કર્યો શેર - 17 વર્ષની થઇ ન્યાસા દેવગન

બોલીવૂડના અભિનેતા અજય દેવગન અને કાજોલ બી-ટાઉનના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. તેમને બે બાળકો છે ન્યાસા અને યુગ દેવગન. આજે એટલે કે 20 એપ્રિલ, કાજોલ અને અજયની પુત્રી ન્યાસા દેવગનનો 17 મો જન્મદિવસ છે. આ પ્રસંગે બંનેએ ન્યાસાને શુભકામના પાઠવી હતી. કાજોલે તેની પુત્રીનો એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેની સાથે જૂની સ્મૃતિઓ જોડાયેલી છે.

17 વર્ષની થઇ ન્યાસા દેવગન, કાજોલે એક ખાસ વીડિયો કર્યો શેર
17 વર્ષની થઇ ન્યાસા દેવગન, કાજોલે એક ખાસ વીડિયો કર્યો શેર

By

Published : Apr 20, 2020, 7:51 PM IST

મુંબઈ: બોલીવૂડના અભિનેતા અજય દેવગન અને કાજોલ બી-ટાઉનના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. તેમને બે બાળકો છે ન્યાસા અને યુગ દેવગન. આજે એટલે કે 20 એપ્રિલ, કાજોલ અને અજયની પુત્રી ન્યાસા દેવગનનો 17 મો જન્મદિવસ છે. આ પ્રસંગે બંનેએ ન્યાસાને શુભકામના પાઠવી હતી. કાજોલે તેની પુત્રીનો એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેની સાથે જૂની સ્મૃતિઓ જોડાયેલી છે.

આ ફોટો સાથે અજયે લખ્યું હતું કે હેપી બર્થડે ડિયર ડોટર, તમને આજે અને હંમેશા ખુશીઓ મળે. ઘરે રહીને સુરક્ષિત રહો... આ સેલ્ફીમાં અજય અને ન્યાસા બગીચામાં બેઠા જોવા મળે છે. અજય તેની પુત્રીની ખૂબ નજીક છે અને ઘણી વાર તેણી વિશે વાતો કરતો હોય છે.

ન્યાસાની કાકી અને કાજોલની બહેન તનિષા મુખર્જીએ પણ ન્યાસા સાથે ફોટો શેર કર્યો હતો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જણાવી દઈએ કે ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરે છે.

કોરોના વાઇરસ બાદ તે ભારત પરત ફરી હતી. જ્યારે તે ભારત પરત ફરી ત્યારે એવી અફાઓ હતી કે તેને કોરોના થયો છે. જોકે આ વાત પર અજય દેવગણે સ્પષ્ટતા આપી હતી.

અજયે ટ્વિટર પર લખ્યું કે, પૂછવા બદલ આભાર. કાજોલ અને ન્યાસા સાવ ઠીક છે. તેના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે.

ABOUT THE AUTHOR

...view details