મુંબઈઃ બચ્ચન પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી ઘણા સેલેબ્સે પણ તેમની ઝડપથી રિકવરી થાય અને તંદુરસ્તીની શુભેચ્છા પાઠવી હતી. દેશમાં ઘણી જગ્યાએ પૂજા પાઠ પણ શરૂં થઈ ગયા છે, જેથી બચ્ચન પરિવાર વહેલી તકે આ ચેપથી બહાર નીકળી શકે.
તે જ સમયે, વિવેક ઓબેરોયે પણ ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના પોઝિટિવ હોવાના સમાચારની એક લિંક શેર કરી હતી અને પરિવારની સલામતી માટે પ્રાર્થના કરી હતી.
વિવેકે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી અને લખ્યું કે, 'પરિવારની સલામતી અને જલ્દીથી સ્વસ્થ થવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ.'
આ પહેલા પણ વિવેકે એક ટ્વિટમાં લખ્યું હતું કે, "હું અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જલ્દી સ્વસ્થ થાય તેવું ઈચ્છું છું. અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. જલ્દી સ્વસ્થ થાઓ. કાળજી લો."
વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયના લિન્કઅપના સમાચાર મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યાં હતા. વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયએ ફિલ્મ 'ક્યૂં હો ગયા ના'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. આ દરમિયાન, વિવેક અને ઐશ્વર્યા રાય વાસ્તવિક જીવનમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બંનેના લગ્ન માટે પણ ચર્ચાઓ થઈ હતી.