ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા વિવેક આનંદ ઓબેરોય રહસ્યમય થ્રિલરમાં દેખાશે - આઇટીઆઇ થ્રીલર

વિવેક આનંદ ઓબેરોય પોતાના અપકમિંગ પ્રોજેક્ટ "કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર?"માં એક રહસ્યમય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ એક મિસ્ટ્રી થ્રીલર છે.

અભિનેતા વિવેક આનંદ ઓબેરોય એક રહસ્યમય થ્રિલરમાં દેખાશે
અભિનેતા વિવેક આનંદ ઓબેરોય એક રહસ્યમય થ્રિલરમાં દેખાશે

By

Published : Jul 10, 2020, 8:31 PM IST

મુંબઈ: બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ અગાઉ ક્યારેય ભજવી નથી.

"કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર?"માં વિવેક ઓબેરોય, પ્રભુ સિંહની ભૂમિકામાં જોવા મળશે જે ફિલ્મના ખૂબ જ મહત્વના પાત્રોમાનું એક છે. તે પોતે આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે જ્યારે વિશાલ મિશ્રા ફિલ્મને નિર્દેશિત કરશે.

વિશાલે આ વિશે જણાવ્યું, “વિવેક એક ઉત્કૃષ્ટ અભિનેતા છે અને તેણે તેની ફિલ્મો 'સાથીયા', 'શૂટઆઉટ એટ લોખંડવાલા ', 'કંપની' દ્વારા આ વાતને સાબિત કરી છે. પ્રભુ સિંહની ભૂમિકા માટે મારે એક અસાધારણ અભિનેતાની તલાશ હતી કેમકે તે ફિલ્મનું ખૂબ જ મહત્વનું પાત્ર છે. વિવેક પહેલીવાર આ પ્રકારની ભૂમિકા ભજવતો જોવા મળશે.”

આ વર્ષના સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details