ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Virat Kohli 100th Test: વિરાટના સન્માન સમારોહમાં અનુષ્કા શર્મા પણ રહી હાજર - સોશિયલ મીડિયા

અનુષ્કા શર્મા ગ્રાઉન્ડ પર તેના પતિ વિરાટ કોહલી સાથે જોડાઈ, જ્યારે તેની 100મી ટેસ્ટ (Virat Kohli 100th Test) પહેલા કોચ રાહુલ દ્રવિડ દ્વારા તેનું સન્માન (Virat Kohli 100th Test felicitation ceremony) કરવામાં આવી રહ્યું હતું. વિરાટ કોહલી 100 ટેસ્ટ રમનાર 12મો ભારતીય બન્યો, આ માટે તેનું વિરાટનું સન્માન કરવામાં આ્વ્યું છે.

Virat Kohli 100th Test felicitation ceremony: વિરાટ કોહલીનું આજે કરાયું સન્માન
Virat Kohli 100th Test felicitation ceremony: વિરાટ કોહલીનું આજે કરાયું સન્માન

By

Published : Mar 4, 2022, 4:33 PM IST

ન્યૂઝ ડેસ્ક:ટુગેધર ફોરએવર-આ રીતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા શુક્રવારે ફરી એકવાર ગોલ સેટ કરી અને તે પણ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે ભારતના બેટ્સમેનના 100માં ટેસ્ટ સન્માન સમારોહમાં (Virat Kohli 100th Test felicitation ceremony) પહોંચ્યાં હતાં.

વિરાટ સાથે અનુષ્કા પણ આવી નજર

આ સમારોહની ઘણી તસવીરો અને ક્લિપસ સોશિયલ મીડિયા (Social Media) પર ફરી રહી છે, જેમાં અનુષ્કા ગ્રાઉન્ડ પર વિરાટ સાથે ઉભી છે. કોચ રાહુલ દ્રવિડે ટેસ્ટ મેચની શરૂઆત પહેલા સમગ્ર ભારતીય ટીમની હાજરીમાં તેનું સન્માન કર્યું હતું.

આ પણ વાંચો:રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરુખ ખાન 'પઠાણ'ના શૂટિંગ માટે જઈ શકે છે યુરોપ

વિરાટે માન્યો અનુષ્કાનો આભાર

આ સમારોહ દરમિયાન વાત શેર કરતા વિરાટે કહ્યું, "મારા માટે આ એક ખાસ ક્ષણ છે. મારી પત્ની અહીં છે અને મારો ભાઈ પણ છે. દરેકને ખૂબ જ ગર્વ છે. તે ખરેખર આ ગેમ એક ટીમ ગેમ છે અને તેના વિના તે શક્ય નહોતું. તમારો અને BCCIનો પણ આભાર. આ કપલે અનેક તસવીરો પણ આપી હતી. મેચ પહેલા, વિરાટે ગુરુવારે BCCI.tvને આપેલા ઇન્ટરવ્યુમાં અનુષ્કાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "હું તેના જેવી જીવનસાથી મેળવવા માટે ભગવાનનો ખૂબ આભારી છું અને તે મારા માટે શક્તિનો સંપૂર્ણ આધારસ્તંભ છે".

આ પણ વાંચો:Tiger 3 Release Date: ઇદ પર સલમાન અને કૈટરીના કૈફ મચાવશે ધમાલ

ABOUT THE AUTHOR

...view details