ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સંજય દત્તનો વાયરલ ફોટો જોઇ ચાહકોમાં ચિંતા - સંજય દત્ત

સોશિયલ મીડિયામાં સંજય દત્તનો એક ફોટો વાઇરલ થઇ રહ્યો છે. આ વાયરલ તસવીરમાં અભિનેતા એક તેના ચાહક સાથે પોઝ આપી રહ્યા છે. આ ફોટામાં તોઓ ખુબજ બીમાર લાગી રહ્યા છે.

sanjay dutt viral pic
sanjay dutt viral pic

By

Published : Oct 5, 2020, 10:13 AM IST

મુબંઇઃ બોલીવુડ અભિનેતા સંજય દત્તનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટર ખૂબ જ નબળા અને બિમાર લાગી રહ્યા છે. નવી વાયરલ પોસ્ટ જોયા પછી, ચાહકોએ તેમને ઝડપથી પુન સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સંજય દત્તનો વાઇરલ ફોટો

જલ્દી તબિયત બરાબર થવાની ઇચ્છા રાખીને, એક યુઝરે લખ્યું, "બાબા ખૂબ નબળા દેખાઈ રહ્યા છે.

ફોટો જોઇને સોશ્યલ મીડિયા યુઝર્સે લખ્યું કે "મુન્ના ભાઈ એમ.બી.બી.એસના સ્ટાર ઝડપથી પુન:સ્વસ્થ થાય તેવી પ્રથના

"બાબા ઘણા નબળા લાગે છે. આશા છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે,"

"આશા છે કે તે જલ્દીથી સારા થઇ જાશે,

હાલમાં સંજયની તબિયત સારી નથી. 11 ઓગસ્ટે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તે સારવાર માટે થોડો સમય રજા લઈ રહ્યા છે. અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સર સામે લડી રહ્યા છે.

તાજેતરમાં જ માન્યતા દત્તે પણ બાળકો અને સંજય સાથે એક ફોટો શેર કરી લખ્યું હતું કે આજે હું પરિવારની આ ભેટ બદલ ભગવાનનો આભાર માનું છું. કોઈ ફરિયાદ નથી ... કોઇ અનુરોધ નથી ... ફક્ત એક સાથે રહેવુ છે, કાયમ માટે. આમીન.

ABOUT THE AUTHOR

...view details