મુંબઈઃ ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મનો પહેલો લુક શેર કરતાં કહ્યું કે,ઝી સ્ટુડિયોઝ દ્વારા નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. '14 ફેરે 'નામની ફિલ્મ કોમેડી ફિલ્મ હશે. દેવાંશુ સિંહ દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2020માં શરૂ થશે અને તે 9 જુલાઈ, 2021ના રોજ રીલિઝ થશે. ઝી સ્ટુડિયોઝના બેનર હેઠળ નિર્માણ થનારી આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને કૃતિ ખરબંદા મુખ્ય ભૂમિકા ભજવશે.
વિક્રાંત મેસી અને કૃતિ ખરબંદા '14 ફેરે' કોમેડી ફિલ્મમાં જોવા મળશે - કૃતિ ખરબંદા
વિક્રાંત મેસી અને કૃતિ ખરબંદાની આગામી ફિલ્મ '14 ફેરે 'ની ઘોષણા સાથે એક રસપ્રદ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2020માં શરૂ થશે અને આ ફિલ્મ 9 જુલાઈ, 2021ના રોજ રીલિઝ થશે.
વિક્રાંત મેસી અને કૃતિ ખરબંદા '14 ફેરે' કોમેડી ફિલ્મમાં જોવા મળશે
ફિલ્મમાં વિક્રાંત નાના શહેરના પાત્રમાં જોવા મળશે, જેનું નામ સંજય હશે. કૃતિ મોર્ડન યુવતી અદિતિના પાત્રમાં જોવા મળશે, જે તેના હકો માટે અવાજ ઉઠાવે છે. જ્યારે આ બંનેની લવ સ્ટોરી લગ્નમાં ફેરવાશે ત્યારે ઘણા ટ્વિસ્ટ જોવા મળશે. જે જોવા માટે તમારે ફિલ્મ રિલીઝ થવાની રાહ જોવી પડશે.કૃતિ ગયા વર્ષે ફિલ્મ 'હાઉસફુલ' માં જોવા મળી હતી. પછી વિક્રાંત મેસી ફિલ્મ 'છપાક'માં જોવા મળ્યો હતો. જેમાં દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.