ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિજય દેવરકોન્ડાએ ફેક ન્યૂઝ પર સામે પગલા લીધા, સ્ટાર્સે આપ્યું સમર્થન - તેલુગુ સ્ટાર

વિજય દેવરકોન્ડાએ સોશિયલ મીડિયામાં પર એ વેબસાઈટ પર સવાલ ઉભા કર્યા છે કે, જેમાં સ્પષ્ટ રીતે તેમની છાપ પર દાગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પર રોષ ઠાલવતાં વિજયે એક વીડિયો શેર કર્યો છે.

Etv bharat
Vijay deverakonda

By

Published : May 5, 2020, 8:01 PM IST

મુંબઈઃ વિજય દેવરકોન્ડાએ સોશિયલ મીડિયામાં પર એ વેબસાઈટ પર સવાલ ઉભા કર્યા છે. જેમાં સ્પષ્ટ રીતે તેમની છાપ પર દાગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઘટનાની વિગતવાર વાત કરીએે તો, વિજયે જરૂરિયાત લોકોને રાશન આપવા માટે 25 લાખ રૂપિયા આપ્યાં હતાં. આ સાથે જ તેમણે લોકોને તેમની ફાઉન્ડેશનમાં પૈસા ડોનેટ કરવાની પણ અપીલ કરી હતી. જેથી આ સંકટની ઘડીમાં વધુમાં વધુ લોકોની મદદ કરી શકાય. વિજયની અપીલ મુજબ લોકોએ મદદ કરી અને રકમ 25 લાખથી 70 લાખ સુધી થઈ અને આ રકમથી વિજયે 7500 પરિવારોને મદદ કરી હતી.

જ્યારે આ તેલુગુ વેબસાઈટમાં એવી ખબર આપવામાં આવી કે વિજયે માત્ર 7500 લોકોની જ મદદ કરી છે. સાથે સાથે વેબસાઈટમાં એ પણ કહેવમાં આવ્યું કે, વિજય જો આટલા લોકોની ખુદ એકલા મદદ ન કરી શકતા હોય તો તે લોકોને મદદ કરવા શા માટે કહી રહ્યાં છે. વિજય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો મજાક ઉડાવી રહ્યાં છે.

વેબસાઈટના આ સમાચાર પર ગુસ્સો ઠાલવતાં વિજયે કહ્યું કે,' તમે મારા ડોનેશન પર સવાલ ઉઠાવનાર કોણ છો. આ મારી મહેનતની કમાણી છે, જેને મારી ઈચ્છા મુજબ હું ગમે ત્યાં ડોનેટ કરું. તમારી વેબસાઈટ અમારી એડ અને ઈન્ડસ્ટ્ર્રીના કારણે ચાલે છે. મે થોડા સમય પહેલા તમારી વેબસાઈટને ઈન્ટરવ્યું આપવાની ના પાડી એટલે તમે મારે વિશે કંઈ પણ નેગેટિવ છાપવા લાગશો. '

આ સાથે જ વિજયે તે ખબરની એક એક લાઈન શેર કરી લખ્યું કે, જેને તમે સંરક્ષક માનો છો, તે જ લોકો જાણી જોઈને ખોટી માહિતી તમારા સુધી પહોંચાડે અને તમારો વિશ્વાસ તોડે તો સમજવું સમાજ જોખમમાં છે.

એક વીડિયો શેર કરતાં વિજયે કહ્યું કે, આ વીડિયો બનાવવો મારી લોકો પ્રત્યેની જવાબદારી છે. આ સાથે જ વેબસાઈટ પર રોષ ઠાલવતાં કહ્યું કે તમે મારી વિશે ખરાબ લખો કે કંઈ પણ બકવાસ કરો તે તમે ચાલુ રાખી શકો છો. મને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. ઓવર એન્ડ આઉટ.

વિજયના આ સ્ટેટમેન્ટ બાદ અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યાં છે. મહેશબાબુએ ફેક ન્યૂઝ પર રોક લગાવવા માટે #killfakenews ટૈગ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વિજયને સમર્થન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details