ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિજય દેવરાકોંડાએ રશ્મિકા મંદાના સાથેના સંબધની અફવાઓ પરથી ઉઠાવ્યો પડદો - ફિલ્મ 'લિગર

લાંબા સમયથી વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાના રિલેશનશીપની (Vijay Deverakonda and Rashmika Mandanna) અફવાઓ ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં એવો દાવો પણ કર્યો હતો બન્ને વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. આ બાદ વિજય ધીરજ ખૂંટતા હવે તેને સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી જવાબ આપ્યો છે. જાણો...

Vijay Deverakonda and Rashmika Mandanna: વિજય દેવરાકોંડાએ રશ્મિકા મંદાના સાથેના સંબધની અફવાઓ પરથી ઉઠાવ્યો પડદો
Vijay Deverakonda and Rashmika Mandanna: વિજય દેવરાકોંડાએ રશ્મિકા મંદાના સાથેના સંબધની અફવાઓ પરથી ઉઠાવ્યો પડદો

By

Published : Feb 22, 2022, 3:47 PM IST

ન્યૂઝ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના (Vijay Deverakonda and Rashmika Mandanna) ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. બન્ને ઘણી વાર સાથે પણ જોવા મળ્યા છે. આ સંજોગોમાં સોમવારે ઘણા અહેવાલોએ એવો દાવો કર્યો હતો કે, બન્ને આ વર્ષના અંતમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ સંદર્ભે વિજય દેવરાકોંડાએ પોતાના અને રશ્મિકા મંદાનાના સંબંધને લઇને મૌન તોડ્યું છે.

રશ્મિકાને ડેટ કરવાની વાત પર પૂર્ણવિરામ

વિજય પોતાની આગવી શૈલીમાં આ તમામ અટકળોને ફગાવતા ટ્વીટમાં (Social Media) કહ્યું, તેણે લખ્યું, "હંમેશાની જેમ બકવાસ..શું અમે માત્ર (રેડ હાર્ટ ઇમોજી) ધ ન્યૂઝને પ્રેમ નથી કરતા!". ટૂંક સમયમાં, તેમનું ટ્વિટ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ (Micro Blogging plateform) પર વાયરલ થયું ગયું છે. અભિનેતાએ ટ્વીટમાં, એ વાતની પણ પુષ્ટિ ન કરી જે વિશે તે વાત કરી રહ્યો છે ઉપરાંત તેણે રશ્મિકાને ડેટ કરવાની વાત પર પૂર્ણવિરામ લગાવ્યું નથી.

આ પણ વાંચો:Film Radhe Shyam: ફિલ્મ 'રાધે શ્યામ'માં બિગ-બીની એન્ટ્રી

બન્નેએ ક્યારેય રિલેશનશિપમાં હોવાનું સ્વીકાર્યું નથી

ગીતા ગોઈંદમ અને ડિયર કોમરેડ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા રશ્મિકા અને વિજય એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ તેઓએ ક્યારેય રિલેશનશિપમાં હોવાનું સ્વીકાર્યું નથી, પરંતુ તેમનો રોમાંસ વારંવાર હેડલાઇન્સ બનાવે છે.

બન્નેના વર્ક ફ્રન્ટ વિશે જાણો

વર્ક ફ્રન્ટ પરની વાત કરીએ તો કથિત લવ બર્ડ્સ બોલિવૂડમાં ધૂમ મચાવશે, જ્યારે વિજય દેવરાકોંડા તેની આગામી ફિલ્મ 'લિગરમાં' જોવા મળશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે નજર આવશે. રશ્મિકા તેની હિન્દી ડેબ્યૂ 'મિશન મજનૂ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરશે.

આ પણ વાંચો:Raj Kundra pornography case Update: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લઇને મળ્યા મોટા સમાચાર

ABOUT THE AUTHOR

...view details