ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આ બ્રાઝિલિયન મૉડલ સાથે ઈશ્ક ફરમાવી રહ્યો છે ‘અર્જુન રેડ્ડી’ - Gujarati News

મુંબઈઃ તેલુગૂ બ્લોકબસ્ટર 'અર્જુન રેડ્ડી'ની મુખ્ય ભૂમિકામાં જોવા મળેલા સાઉથના અભિનેતા વિજય દેવરકોંડા પોતાની આવનારી ફિલ્મ 'ડિયર કૉમરેડ'ને લઈને ચર્ચાઓમાં છે. તેની સાથે તે બ્રાઝિલિયન મૉડલ ઈઝાબેલ લિટેની સાથે રિલેશનશિપમાં હોવાની માહિતીને લઈને ચર્ચાઓમાં છે.

vijay devarkonda

By

Published : Jul 12, 2019, 5:23 PM IST

ઈઝાબેલે વિજય દેવરકોંડા સાથે ફોટો શેર કરી છે. મળતી માહિતી મુજબ વિજય અને ઈઝાબેલ એક-બીજાને ડેટ કરી રહ્યા છે.

વિજયની સાથે ફોટો શેર કરતા ઈઝાબેલે રોમેન્ટિક કેપ્શનમાં લખ્યું છે કે, 'આ રાઉડીને મારો કો-સ્ટાર બનાવીને હું લકી અનુભવું છું'

મળતી માહિતી મુજબ, ઈજાબેલના કેપ્શનથી અંદાજો લાગાવી શકીએ છીએ કે, તે વિજયની સાથે આવનારી ફિલ્મમાં જોવા મળી શકે છે. ફિલ્મમાં ઈઝાબેલ વિજયની પત્નીના કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ છેલ્લા પડાવ પર છે. ઈઝાબેલ આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે રિલેશનશિપમાં હોવાથી ચર્ચામાં હતી. ઈઝાબેલે વિરાટ કોહલી સાથે પણ રિલેશનશિપમાં હોવાનું એક્સેપ્ટ કર્યું હતું. બાદમાં વિરાટે વર્ષ 2017માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા હતા.

ઈઝાબેલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી છે. ઈઝાબેલને તમે 'પુરાની જીન્સ', 'સિક્સટીન' અને 'મિસ્ટર મજનૂ' જેવી ફિલ્મોમાં જોઈ શકો છો. હાલ વિજય દેવરકોંડાની ફિલ્મ 'ડિયક કૉમરેડ' રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 26 જુલાઈના રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details