ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિદ્યુત જામવાલે તેના યૂટ્યુબ શો એક્સ-રેડમાં માર્શલ આર્ટ સુપરસ્ટાર ટોની જા સાથે કરી ચર્ચા

અભિનેતા વિદ્યુત જામવાલે તાજેતરમાં જ માર્શલ આર્ટ સુપરસ્ટાર ટોની જા સાથે વાતચીત કરી હતી. વિદ્યુતનાં નવા યુટ્યુબ શો એક્સ-રેડમા બંને સ્ટાર્સે ચર્ચા કરી હતી. આ એપિસોડમાં બન્ને સ્ટાર્સે માર્શલ આર્ટ્સ, હાથીઓ અને એક્શન ફિલ્મ વિશે ચર્ચા કરી હતી.

વિદ્યુત જામવાલનાં નવા યુટ્યુબ શો એક્સ-રેડમાં માર્શલ આર્ટ સુપરસ્ટાર ટોની જા સાથે કરી ચર્ચા
વિદ્યુત જામવાલનાં નવા યુટ્યુબ શો એક્સ-રેડમાં માર્શલ આર્ટ સુપરસ્ટાર ટોની જા સાથે કરી ચર્ચા

By

Published : Jul 15, 2020, 4:29 PM IST

મુંબઇ: બોલિવૂડના એક્શન હીરો વિદ્યુત જામવાલ અને થાઇલેન્ડના માર્શલ આર્ટ સુપરસ્ટાર ટોની જાએ વીડિયો ચેટ પર આ વિષય પર ચર્ચા કરી હતી કે, કેવી રીતે હનુમાન, ગણેશ અને માર્શલ આર્ટ એક બીજાથી સંબંધિત છે.

અભિનેતાના 'એક્સ-રેડ બાય વિદ્યુત' ના પહેલા એપિસોડમાં, આ બંને હસ્તીઓ એક બીજા સાથે વાત કરી હતી. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં, આપણે સ્ટાર્સને યોગ્ય રીતે જાણી શકીએ છીએ.

ટોનીએ જણાવ્યું હતું કે, થાઇ બોક્સિંગ કલ્ચર એટલે કે Muay Thai ભગવાન ગણેશ અને હનુમાનથી પ્રેરિત છે.

તેમણે ઉમેર્યું કે, "થાઇ લોકો ભગવાન ગણેશનો આદર કરે છે અને સન્માન કરે છે. અહીંના લોકો કામ પર જતા પહેલા તેમના દર્શન કરી યાદ કરે છે. તેઓ ભગવાન ગણેશ માટે એક મોટા ઉત્સવનું પણ આયોજન કરે છે, તેથી મુઅય થાઇ ભગવાન ગણેશ સમાન છે. તે હનુમાન જેવા પણ છે. તમે રામાયણમાંથી નૃત્ય વિશે જાણો છો? રામાયણ થાઇ સંસ્કૃતિનો એક ભાગ છે, તેથી સંસ્કૃતિ ખૂબ સમાન છે."

વિદ્યુતે આ વિશે કહ્યું, આ જાણીને સારું લાગે છે કે, લોકોએ મહેસુસ કરે છે કે, ભારતીય સંસ્કૃતિનો તેમની પોતાની સંસ્કૃતિ સાથે ખૂબ જ લગાવ અને સન્માન છે.

ABOUT THE AUTHOR

...view details