આ કેસનો નિર્ણય 17 જૂનના રોજ આવ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રગતિ યેરલેકરે આ મામલા પર સુનાવણી કરી હતી. જેમાં બન્ને આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. જામવાલના વકીલ અંકિત નિકામએ માડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમના ક્લાઇન્ટ તથા મિત્ર બન્ને નિર્દોષ છે.
12 વર્ષ જૂના કેસમાં સંડોવાયેલા વિદ્યુત જામવાલને કોર્ટથી મળી રાહત - Gujarat
મુંબઇ: વિદ્યુત જામવાલ તથા તેમના દોસ્ત હરીશનાથ ગોસ્વામીને વર્ષ 2007માં દાખલ એક કેસમાં મુંબઇની મેજિસ્ટ્રેટ કોર્ટે નિર્દોષ છોડી દીધો હતો. વિદ્યુત પર મુંબઇના જૂહુના રહેવાસી રાહુલ સૂરી નામના એક શખ્સ પર ઓગસ્ટ 2007માં એક ઝઘડો થયો હતો જેમાં આ ઝઘડો ઉગ્ર બન્યો હતો. જે બાદ આ મામલો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં લગભગ 10થી11 વર્ષ ચાલ્યો હતો.
ફાઇલ ફોટો
કમાંડો-3ને લઇ વિદ્યુત ચર્ચામાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અદા શર્મા, અંગિરા ધર તથા ગુલશન દેવૈયા જોવા મળશે.