ગુજરાત

gujarat

ETV Bharat / sitara

​​​​​​​મેઘનાની ફિલ્મમાં વિક્કી બનશે ફીલ્ડ માર્શલ સૈમ માનેકશા, નવો લુક વાયરલ થયો - Film

મુંબઈઃ 'ઉરીઃ દ સર્જિકલ સ્ટ્રાઈક'ના અભિનેતા વિક્કી કૌશલને મેઘના ગુલઝારની આવનારી ફિલ્મમાં ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ સૈમ માનેકશાના કિરદારને નિભાવવા માટે પસંદ કરવામાં આવેલ છે.

field-marshal

By

Published : Jun 28, 2019, 10:37 AM IST

Updated : Jun 28, 2019, 11:14 AM IST

સૈમ માનેકશા અથવા સૈમ બહાદુરના નામથી પ્રખ્યાત તેમના જન્મ અમૃતસરમાં 3 એપ્રિલ 1914ના થયો હતો. વાત યુદ્ધભૂમિની હોય કે યુદ્ધભૂમિ સિવાયની માનેકશાના મોતને ઘણી વખત માત આપેલ છે. સાલ 2008માં 27 જૂનમાં 94 વર્ષની ઉંમરે તમિલનાડુના વેલિંગટનમાં તેમનું મૃત્યુ થયું હતું. વર્ષ 1971માંં પાકિસ્તાન સામેની જીત માટે તેમને દેશનું નેતૃત્વ કર્યું હતું.

ગુરૂવારે આ દિગ્ગજની પુણ્યતિથિના અવસર પર રોની સ્ક્રુવાલાના RSVPએ આ ફિલ્મમાં વિક્કીના લુકનું ઉદ્ઘાટન કર્યું છે. જેને જોત-જોતામાં જ વાયરલ થઈ ગયું.

twitter

મેઘનાની સાથે ભવાની અય્યર અને શાંતનુ શ્રીવાસ્તવ ફિલ્મની કહાની લખી રહ્યા છે. સ્ક્રુવાલાએ એક નિવેદનમાં કહ્યું કે, "સૈમ માનેકશાનું નામ ભારતના હજી સુધીના ઈતિહાસમાં સૌથી મહાન સૈનિકો માંથી એક છે. યુવા ભારતને આગળ વધારવા માટે રોલ મૉડલ્સની આવશ્યકતા છે. આ દિગ્ગજ દ્વારા ભારત માટે આપેલા યોગદાનો પર શિક્ષિત કરવાની આવશ્કતા છે."

મેઘના 'રાજી' બાદ બીજી વખત વિક્કી સાથે કામ કરવા જઈ રહી છે, અને કહ્યું કે, વિતેલા થોડા સમયથી આ ફિલ્મને લઈને મારી અને RSVP વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આમાં વિક્કી ફીલ્ડ માર્શલ માનેકશૉના પાત્રને નિભાવશે. આ ફિલ્મ શરૂ થવાની પ્રતીક્ષા છે. વિક્કી માટે પર્દા પર સૈમ માનેકશાની જીંદગીને નિભાવવી ખરેખર ઘણી સમ્માનની વાત છે.

વિક્કી કૌશલે કહ્યું કે, "ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ અને આ નિડર દેશભક્તની કહાનીને આગળ લાવવા માટે ઘણો રોમાંચિત છું."

Last Updated : Jun 28, 2019, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details