ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિકીને ઘોડેસવારીના દિવસ યાદ આવ્યા, લખ્યું- 'હોર્સબેક નહીં થ્રોબેકથી દિવસની શરૂઆત થઇ રહી છે' - વિકી કૌશલ

વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી હતી, જ્યારે તે ઘોડા સવારી પર જતા હતા ત્યારે તે દિવસો તે યાદ કરે છે. ફોટોના કેપ્શનમાં તેણે કહ્યું કે આજકાલ તેનો દિવસ હોર્સબેક નહીં થ્રોબેકથી શરૂ થઈ રહ્યો છે.

વિકીને ઘોડેસવારીના દિવસ યાદ આવ્યા
વિકીને ઘોડેસવારીના દિવસ યાદ આવ્યા

By

Published : May 24, 2020, 7:23 PM IST

મુંબઇ: અભિનેતા વિકી કૌશલે ઘોડેસવારીની પોતાની એક જૂની તસવીર શેર કરી છે અને તે સમયને યાદ કરે છે જ્યારે તે પોતાના દિવસની શરૂઆત ઘુડસવારીથી કરતો હતો.વિકીએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સુંદર બદામી ઘોડા પર સવાર જોવા મળી રહ્યો છે.

તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "એક હતી જ્યારે દિવસની શરૂઆત ઘોડા પર બેસીને થતી હતી, આજકાલ થ્રોબેક પર દિવસની શરૂઆત થઈ રહી છે."

વિકી છેલ્લી ફિલ્મ 'ભૂત - પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ' માં જોવા મળ્યો હતો. તે હવે શૂજિત સરકારની ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'માં જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરી 2021 માં રિલીઝ થશે.વિકી કૌશલે ‘સરદાર ઉધમ સિંહ’નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. જલિયાંવાલા બાગની એ ઘટના બાદ પંજાબનાં ભુતપૂર્વ ગવર્નર માઇકલ ઓ’ ડાયરની સરદાર ઉધમ સિંહે હત્યા કરી હતી. જલિયાંવાલા બાગની ઘટના 1919ની 13 એપ્રિલે ઘટી હતી. ત્યાર બાદ જનરલ ડાયરની હત્યા કરવા બદલ ઉધમ સિંહને 1940ની જુલાઈમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ વિવિધ દેશોમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં વિકી લીડ રોલમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details