મુંબઈઃ સમગ્ર દેશને કોવિડ-19ના કારણે લોકડાઉન કરવામાં આવ્યો છે, ત્યારે વિક્કી કૌશલ ક્વોરેન્ટાઇન દરમિયાન પરિવાર સાથે થોડો યાદગાર સમય વિતાવી રહ્યા છે. અભિનેતાએ સોમવારે પોતાની માતા સાથે એક મનમોહક તસ્વીર શેર કરી હતી. જેમાં બન્ને માતા-પુત્ર સૂર્યાસ્તનો આનંદ ઉઠાવી રહ્યા છે.
31 વર્ષીય અભિનેતાએ ઈન્સ્ટાગ્રામમાં પોતાની માતા સાથેની તસ્વીર શેર કરીને પોતાના પરિવાર સાથે સમય ગાળવાની ઝલક રજૂ કરી છે.