ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મહાન સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્યમ કોરોના સામે લડી રહ્યા છે લડાઈ - MGM હેલ્થ કેરિયર

મહાન સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્યમ ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના સામે લડાઇ લડી રહ્યા છે. હાલમાં તે વેન્ટિલેટર અને ICM સપોર્ટ પર છે અને તેની હાલત નાજુક છે. તેમના ફેન્સ તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

એસપી બાલાસુબ્રમણ્યમ
એસપી બાલાસુબ્રમણ્યમ

By

Published : Aug 21, 2020, 10:31 PM IST

ચેન્નાઈ: મશહૂર પ્લેબૈક સિંગર અને પદ્મ પુરસ્કાર વિજેતા એસ.પી. બાલાસુબ્રમણ્યમને કોરોના લક્ષણ જણાતાં ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેઓને થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસના લક્ષણો જણાતા MGM હેલ્થ કેયરમાં ભરતી કરવામાં આવ્યા હતા. અત્યારે તે વેન્ટિલેટર અને ICM સપોર્ટ પર છે અને તેમની હાલત નાજુક છે.

5 ઓગસ્ટના રોજ ફેસબુક પોસ્ટ દ્વારા 74 વર્ષીય સિંગરે જણાવ્યું હતું કે, પોતાનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. જેથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓએ જણાવ્યું કે, ડોક્ટરે તેમને ઘરે રહી આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ તેમણે હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલમાંથી બે દિવસમાં ડિસ્ચાર્જ થવાની તેમની ઈચ્છા હતી. જોકે હાલ તેની સ્થિતિ ગંભીર છે.

ABOUT THE AUTHOR

...view details